આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના વાયરસના કેસ દેશમાં 24 કલાકની અંદર 3390 નવા કેસ સામે આવ્યાં છે. દેશમાં કોરોનાના કેસનો આંકડો 56 હજારને પાર ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા મુજબ કોવિડ 19ના કેસ વધીને 56,342 પર પહોંચ્યા છે. તેમાંથી 37,916 લોકો હજુ સારવાર હેઠળ છે. જ્યારે 16540 લોકો સાજા થઈને ઘરે ગયા છે. 1886 લોકોએ કોવિડ 19ના કારણે જીવ ગુમાવ્યાં છે. હાલ દેશમાં રિકવરી રેટ 29.35 ટકા છે. કોરોનાના કારણે છેલ્લા 24 કલાકમાં 103 લોકોના મોત થયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દેશમાં મુંબઈ અને દિલ્હી સહિત અનેક રાજ્યોમાં કોરોનાના નવા કેસ સામે આવી રહ્યાં છે. દિલ્હીમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યા 4898 થઈ છે. જ્યારે 64 લોકોના મોત થયા છે. જ્યારે મુંબઈમાં કોવિડ 19ના કેસ 14541 પર પહોંચ્યો છે. જ્યારે મોતનો આંકડો 583 થયો છે.

દર્દીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. બુધવારે 3561 નવા કેસ સામે આવ્યા હતા. જ્યારે આજે 3390 નવા કેસ સામે આવ્યા છે. રાહતની વાત એ છે કે રિકવરી રેટ સતત વધી રહ્યો છે. એટલે કે હવે વધુ દર્દી સાજા થઈ રહ્યા છે. 29.33થી રિકવરી રેટ 29.35 ટકા પર પહોંચી ગયો છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

1 COMMENT

  1. સાહેબ અમોને અટલ સમાચાર ની દરરોજ pdf file મોકલશો..આપનુ સમાચાર પત્ર એકદમ સચોટ અને સૌથી ઝડપી સમાચાર આપતુ પેપર છે. મારો મોબાઇલ નંબર પર સંપર્ક કરવા વિનંતી છે.
    M: 9426407380

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code