આફત@દેશઃ 24 કલાકમાં કોરોનાના 796 નવા કેસ, 35 લોકોના મોત

અટલ સમાચાર, ડેસ્ક દેશમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ સંક્રમણના 796 મામલાની પૃષ્ટી થઈ છે. જ્યારે સંક્રમણથી 35 લોકોના મોત થયા છે. ભારતમાં કોરોનાથી 9352 લોકો સંક્રમિત છે. જેમાં 8048 એક્ટિવ કેસ છે, 980 લોકો સ્વસ્થ થયા છે. જ્યારે અત્યાર સુધી 324 લોકોના મોત થયા છે. અટલ સમાચાર
 
આફત@દેશઃ 24 કલાકમાં કોરોનાના 796 નવા કેસ, 35 લોકોના મોત

અટલ સમાચાર, ડેસ્ક

દેશમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ સંક્રમણના 796 મામલાની પૃષ્ટી થઈ છે. જ્યારે સંક્રમણથી 35 લોકોના મોત થયા છે. ભારતમાં કોરોનાથી 9352 લોકો સંક્રમિત છે. જેમાં 8048 એક્ટિવ કેસ છે, 980 લોકો સ્વસ્થ થયા છે. જ્યારે અત્યાર સુધી 324 લોકોના મોત થયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કોરોના વાયરસ સંક્રમણ માટે અત્યાર સુધી બે લાખથી વધારે તપાસ કરવામાં આવી ચૂકી છે. આપણી પાસે આગામી બે સપ્તાહ સુધી તપાસ યથાવત્ રાખવા માટે પર્યાપ્ત ભંડાર છે. દેશમાં રવિવાર સુધી 2,06,212 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આપણે જે ઝડપથી ટેસ્ટ કરી રહ્યા છીએ, આપણી પાસે પુરતા પ્રમાણમાં સ્ટોક છે, જેની મદદથી આપણે આગામી છ સપ્તાહ સુધી આસાનીથી ટેસ્ટ કરી શકીએ છીએ. જેથી પરેશાન થવાની જરુર નથી. કોરોના પરિક્ષણની તાત્કાલિક તપાસ કરનારી કિટની ચીનથી આપૂર્તિના સવાલ પર કહ્યું હતું કે તપાસ કિટનો પ્રથમ જથ્થો 15 એપ્રિલ સુધી પહોંચવાની સંભાવના છે.

તેમણે કહ્યું હતું કે દેશમાં સંક્રમણ રોકવા માટે લોકડાઉન દરમિયાન જિલ્લા સ્તર પર કરેલા પ્રયત્નોનું પરિણામ મળવાનું શરુ થઈ ગયું છે. તેના કારણે સંક્રમણથી પ્રભાવિત દેશના 15 રાજ્યોના 25 જિલ્લામાં છેલ્લા 14 દિવસોમાં સંક્રમણનો કોઈ કેસ સામે આવ્યો નથી. આ જિલ્લામાં મહારાષ્ટ્રનો બુંદીયા, છત્તીસગઢના દૂર્ગ, બિલાસપુર, કેરલના વાયનાડ, મણિપુરમાં ઇમ્ફાલ પશ્ચિમ અને બિહારમાં પટના, નાલંદા અને મુંગેર જિલ્લા સામેલ છે.