આફત@દેશઃ અત્યાર સુધી કોરોનાના પોઝિટિવ કેસ 12,380, 414 લોકોનાં મોત

અટલ સમાચાર, ડેસ્ક ભારતમાં કોરોનાને કારણે થનારું આર્થિક નુકસાન વધારે હોવાથી ભારતને આ તાત્કાલિક નીતિ ઘડવાની જરૂર છે. આઇએમએફઅ ભારત સરકાર દ્વારા અત્યાર સુધી જારી કરાયેલ સ્ટીમ્યુલસ પેકેજને યોગ્ય દિશામાં લેવામાં આવેલું પગલું ગણાવ્યું છે. આઇએમએફના નાણાકીય બાબતોના વિભાગના ડાયરેક્ટર વિતોર ગાસપારે જણાવ્યું છે કે, કોરોના મહામારીને કારણે સમગ્ર વિશ્વમાં આર્થિક પ્રવૃત્તિઓ મંદ પડી ગઇ
 
આફત@દેશઃ અત્યાર સુધી કોરોનાના પોઝિટિવ કેસ 12,380, 414 લોકોનાં મોત

અટલ સમાચાર, ડેસ્ક

ભારતમાં કોરોનાને કારણે થનારું આર્થિક નુકસાન વધારે હોવાથી ભારતને આ તાત્કાલિક નીતિ ઘડવાની જરૂર છે. આઇએમએફઅ ભારત સરકાર દ્વારા અત્યાર સુધી જારી કરાયેલ સ્ટીમ્યુલસ પેકેજને યોગ્ય દિશામાં લેવામાં આવેલું પગલું ગણાવ્યું છે. આઇએમએફના નાણાકીય બાબતોના વિભાગના ડાયરેક્ટર વિતોર ગાસપારે જણાવ્યું છે કે, કોરોના મહામારીને કારણે સમગ્ર વિશ્વમાં આર્થિક પ્રવૃત્તિઓ મંદ પડી ગઇ છે. ભારત પાસે મર્યાદિત નાણાકીય વિકલ્પ છે પણ તેના નાગરિકોને આરોગ્યનું ધ્યાન રાખવું પણ તેટલું જ જરૂરી છે. વર્તમાન સંજોગોમાં તાત્કાલિન નીતિનું ઘડતર કરવું ખૂબ જ જરૂરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

લોકડાઉન 2.0 દરમિયાન દરેક પ્રકારના જાહેર વ્યવહાર અને અવર જવર પર રાબેતા મુજબ પ્રતિબંધો રહેશે. એટલે કે બસ, મેટ્રો, ટ્રેન, ફ્લાઇટ, ઓટો, કેબ, ટેક્સી વગેરે પર અગાઉની જેમ પ્રતિબંધો જારી રહેશે. આ સાથે જ ગૃહ મંત્રાલયે એક અન્ય જાહેરાત કરતા કહ્યું છે કે હવે જાહેર સ્થળોએ જો કોઇ થૂંકશે તો તેને ભારે પડી શકે છે અને કોરોનાની મહામારી વચ્ચે જાહેર સ્થળો પર થૂંકવું એક દંડનીય અપરાધ ગણાશે. તંબાકુ, ગુટખા, દારુ વગેરેના વેચાણ પર પણ આકરા પ્રતિબંધો જારી રહેશે. આ ઉપરાંત શૈક્ષણિક સંસ્થાઓ, મોલ, થીયેટરો હોલ વગેરે પણ બંધ રહેશે. સ્વિમિંગ પુલ, બાર જેવા જાહેર સ્થળો પણ ત્રણ મે સુધી નહીં ખોલી શકાય. લગ્ન પ્રસંગો, કોઇ સામાજિક કે ધાર્મિક કાર્યક્રમો, પ્રાર્થના સ્થળો વગેરે પર એકઠા થવા પર પ્રતિબંધો જારી રહેશે. રાજકીય, ખેલ, ધાર્મિક સમારોહ, ધાર્મિક સ્થળો, પ્રાર્થના નમાઝ માટેના સ્થળો પણ ત્રણ મે સુધી નહીં ખોલી શકાય.