આફત@દેશઃ કોરોના વાયરસના એક જ દિવસમાં 499 પોઝિટિવ કેસ નોંધાયા

અટલ સમાચાર, ડેસ્ક કોરોના વાયરસ સામે લડવા માટે કેન્દ્ર સરકારે શુક્રવારે રાજ્યોને 11092 કરોડની આર્થિક મદદને મંજૂરી આપી છે. સ્ટેટ ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટ ફંડ (એસડીઆરએમએફ) હેઠળ રાજ્યોને આપવામાં આવેલી રકમની મદદથી ક્વારેન્ટીન સેન્ટર, સેમ્પલ કલેક્શન અને સ્ક્રીનિંગ, લેબોરેટરી તથા પર્સનલ ઈક્વિપમેન્ટ ખરીદવામાં મદદ મળશે. આ ઉપરાંત સ્વાસ્થ્ય કર્મચારીઓ માટે અન્ય આવશ્યક ઉપકરણ પણ ખરીદવામાં આવી
 
આફત@દેશઃ કોરોના વાયરસના એક જ દિવસમાં 499 પોઝિટિવ કેસ નોંધાયા

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના વાયરસ સામે લડવા માટે કેન્દ્ર સરકારે શુક્રવારે રાજ્યોને 11092 કરોડની આર્થિક મદદને મંજૂરી આપી છે. સ્ટેટ ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટ ફંડ (એસડીઆરએમએફ) હેઠળ રાજ્યોને આપવામાં આવેલી રકમની મદદથી ક્વારેન્ટીન સેન્ટર, સેમ્પલ કલેક્શન અને સ્ક્રીનિંગ, લેબોરેટરી તથા પર્સનલ ઈક્વિપમેન્ટ ખરીદવામાં મદદ મળશે. આ ઉપરાંત સ્વાસ્થ્ય કર્મચારીઓ માટે અન્ય આવશ્યક ઉપકરણ પણ ખરીદવામાં આવી શકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક દિવસ અગાઉ જ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફ્રેંસિંગમાં શક્ય તમામ મદદ કરવાની ખાતરી આપી હતી. બીજી બાજુ સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે કહ્યું હતું કે તબલીઘ જમાતના લોકોને લીધે 14 રાજ્યમાં 647 કેસ સામે આવ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દેશમાં ગઇકાલના સંક્રમણના 499 નવા કેસ સામે આવ્યા છે. તે કોઈ એક દિવસમાં કોરોના સંક્રમિત દર્દીની સૌથી વધારે સંખ્યા છે. આ અગાઉ ગુરુવારે દેશભરમાં 486 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. તેના એક દિવસ અગાઉ બુધવારે દેશમાં સંક્રમણના 424 કેસ સામે આવ્યા હતા.

તામિલનાડુમાં 102, દિલ્હીમાં 91, મહારાષ્ટ્રમાં 67, તેલંગાણામાં 75, ઉત્તર પ્રદેશમાં 44, રાજસ્થાનમાં 35, મધ્ય પ્રદેશમાં 22, આંધ્ર પ્રદેશમાં 12, કેરળમાં 9, હરિયાણામાં 9, ગુજરાતમાં 7, જમ્મુ-કાશ્મીરમાં 5, કર્ણાટકમાં 4, મહારાષ્ટ્ર તથા ગોવામાં 1-1 કેસ મળ્યા છે. આ સાથે કુલ સંક્રમિતોની સંખ્યા 3043 થઈ ગઈ છે. 221 લોકોનું આરોગ્ય સારું થઈ ગયું છે. અને 78 લોકોના મોત થયા છે. આ આંકડા covid19india.org વેબસાઈટ પ્રમાણે છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની વેબસાઈટ પ્રમાણે દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2,547 છે. જેમાંથી 2,322 લોકોનો ઈલાજ થઈ રહ્યો છે. 162 લોકોને સારું થઈ ગયું છે અને 62 લોકોના મોત થયા છે.