આફત@દેશ અત્યાર સુધીમાં કોરોનાના 5379 કેસ, 173 લોકોના મોત

અટલ સમાચાર, ડેસ્ક કોરોના સંકટ વચ્ચે ભારતીય સેનાએ 16 એપ્રિલે થનારી દ્વિવાર્ષિક કમાંડર કોન્ફરન્સ આગળ વધારી છે. જેમાં સેના પ્રમુખ એમએમ નરવણેની અધ્યક્ષતામાં સીમા સુરક્ષા સહિત ઘણા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થવાની હતી. તો બીજી બાજુ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કોરોના ડ્યૂટીમાં લાગેલા પોલીસકર્મીઓને 50 લાખ રૂપિયાનું વીમા કવર આપવાની જાહેરાત કરી છે. દેશમાં કોરોના
 
આફત@દેશ અત્યાર સુધીમાં કોરોનાના 5379 કેસ, 173 લોકોના મોત

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના સંકટ વચ્ચે ભારતીય સેનાએ 16 એપ્રિલે થનારી દ્વિવાર્ષિક કમાંડર કોન્ફરન્સ આગળ વધારી છે. જેમાં સેના પ્રમુખ એમએમ નરવણેની અધ્યક્ષતામાં સીમા સુરક્ષા સહિત ઘણા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થવાની હતી. તો બીજી બાજુ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કોરોના ડ્યૂટીમાં લાગેલા પોલીસકર્મીઓને 50 લાખ રૂપિયાનું વીમા કવર આપવાની જાહેરાત કરી છે. દેશમાં કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યા 5378 થઈ છે. બુધવારે ઈન્દોરમાં 22 નવા પોઝિટિવ મળ્યા, જેથી શહેરમાં દર્દીઓની સંખ્યા વધીને 173 થઈ ગઈ છે. મંગળવારે દેશભરમાં સંક્રમણના 573 નવા કેસ સામે આવ્યા હતા. મહારાષ્ટ્રમાં સૌથી વધારે 150 કેસ વધ્યાં છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને 1018 થઈ ગઈ છે. સાથે તમિલનાડુંમાં 69, દિલ્હીમાં 51, તેલંગાણામાં 40, રાજસ્થાનમાં 42 અને મધ્યપ્રદેશમાં 34 રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ આંકડાઓ covid19india.org વેબસાઈટ પ્રમાણે છે. સાથે જ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, મંગળવાર સુધી દેશમાં કોરોના સંક્રમણના કુલ 4789 કેસ સામે આવ્યા હતા. જેમાંથી 4312 દર્દીઓની સારવાર ચાલી રહી છે. 352 સ્વસ્થ થઈ ચુક્યા છે, જ્યારે 172 લોકોના મોત થયા છે.

કોરોના સંક્રમણથી દેશમાં સતત મોતનોં આંકડો વધતો જઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં પૂણેમાં બુધવારે એક 44 વર્ષના વ્યક્તિનું સંક્રમણના કારણે મોત થયું છે. તેને ડાયાબિટીસ હતું. પૂણેમાં આ પહેલા મંગળવારે ત્રણ લોકોના મોત થયા હતા. શહેરમાં અત્યાર સુધી સંક્રમણમાં નવ લોકોના મોત થયા છે. સાથે જ મહારાષ્ટ્રમાં મોતનો આંકડો 65 પર પહોંચી ગયો છે. તો બીજી બાજું દેશમાં મૃતકોની સંખ્યા 172 થઈ ગઈ છે. આ આંકડો અલગ અલગ રાજ્ય સરકાર તરફ જાહેર કરવામાં આવ્યા છે.