વેપારઃ HDFC બેંકના ગ્રાહકોને ખુશખબર, શરૂ કરી આ ખાસ સર્વિસ

અટલ સમાચાર, ડેસ્ક દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા બાદ હવે ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક એચડીએફસી (HDFC Bank) એ લોન પર વ્યાજ 0.20 ટકા ઘટાડો કર્યો છે. લોન પર થતો ખર્ચ ઘટવાની સાથે જ બેંકે વ્યાજ દર ઘટાડી દીધા છે. તેની સાથે જ હવે રોકડ માટે આપને એટીએમ મશીન સુધી જવાની
 
વેપારઃ HDFC બેંકના ગ્રાહકોને ખુશખબર, શરૂ કરી આ ખાસ સર્વિસ

અટલ સમાચાર, ડેસ્ક

દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા બાદ હવે ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક એચડીએફસી (HDFC Bank) એ લોન પર વ્યાજ 0.20 ટકા ઘટાડો કર્યો છે. લોન પર થતો ખર્ચ ઘટવાની સાથે જ બેંકે વ્યાજ દર ઘટાડી દીધા છે. તેની સાથે જ હવે રોકડ માટે આપને એટીએમ મશીન સુધી જવાની જરૂર નથી. ઘર આંગણે જ તમને આ સુવિધા મળી જશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

HDFC બેંકની વેબસાઇટ મુજબ, મંગળવારથી તમામ અવધિની લોન માટે MCLRની સમીક્ષા કરવામાં આવી છે. આ સંશોધન બાદ એક દિવસ માટે MCLR 7.60 ટકા જ્યારે એક વર્ષની લોન માટે 7.95 ટકા હશે. મોટાભાગની લોન એક વર્ષની MCLRના સંબદ્ધ હોય છે. ત્રણ વર્ષની લોન પર MCLR 8.15 ટકા હશે. નવા દરો 7 એપ્રિલથી પ્રભાવી થઈ ગયા છે.

હાલની સ્થિતિને જોતાં બેંકે એટીએમની સુવિધા આપના ઘરની બહાર પણ રહેશે. HDFC Bankએ દેશભરમાં મોબાઇલ ATMની વ્યવસ્થા કરી છે. આ સુવિધાથી હવે ગ્રાહક પોતાના દરવાજે ઊભેલી ATM Vanથી રોકડ ઉપાડી શકશો. આ ATMને ક્યાં ઊભી રાખવી તેના વિશેનો નિર્ણય સંબંધિત શહેરોની નગરપાલિકા કે મહાનગરપલિકા સાથે વાતચીત બાદ લેવાશે. બેંક તરફથી આપવામાં આવેલી જાણકારી મુજબ, મોબાઇલ ATMને કોઈ ખાસ સ્થાને કોઈ નિયત અવધિ માટે ઊભી રાખવામાં આવશે. આ અવધિ દરમિયાન મોબાઇલ એટીએમ સવારે 10 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યાની વચ્ચે 3થી 5 સ્થળે રહેશે.