આફત@ગુજરાતઃ 24 કલાકમાં 217 નવા પોઝિટિવ, 9ના મોત, કુલ દર્દી 2624
અટલ સમાચાર, ડેસ્ક
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 3000 જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા છે, તેમાંથી કોરોનાના 217 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 79 દર્દીઓ સાજા થયા છે. જ્યારે 9ના મોત થયા છે. આમ રાજ્યમાં કુલ દર્દી 2624 થયા છે. જેમાં 112ના મોત થયા છે અને 258 દર્દી સાજા થયા છે. નવા 217 કેસમાં અમદાવાદમાં 151, સુરતમાં 41, વડોદરામાં 7, આણંદમાં 3, બોટાદમાં 2, ભરૂચમાં 5, ખેડામાં 2 કેસ જ્યારે અરવલ્લી, ભાવનગર, ગાંધીનગર, પંચમહાલ, વલસાડ અને ડાંગમાં એક એક કેસ સામે આવ્યો છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, આજે 13 જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 3000 ટેસ્ટ કરવામાં આવ્યા છે અને તેમાંથી 217 કેસ પોઝિટિવ આવ્યા છે. ગુજરાત આંકડાની દ્રષ્ટીએ ક્યાં નંબર પર છે તે મહત્વપૂર્ણ નથી. રાજ્યમાં આજે 150 વેન્ટીલેટર ઉપલબ્ધ થયા. જ્યારે 80 ટકા કેસો હોટસ્પોટ વિસ્તારમાં નોંધાયા છે. કુલ 2,624 દર્દીમાંથી 28 દર્દી વેન્ટીલેટર પર છે જ્યારે 2226ની હાલત સ્થિર છે અને 258 દર્દી સાજા થઈને ઘરે પાછા ફર્યાં છે અને 112 દર્દીના મોત થયા છે. અત્યાર સુધીમાં 42,384 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી કુલ 2,624ના રિપોર્ટ પોઝિટિવ અને 39,760ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.
લોકડાઉન દરમિયાન કોરોના વોરિયર્સ અને પોલીસ પર હુમલા થયા તેમાં પાસા સહિતની કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્યમાં આ પ્રકારના 6 ગુનામાં 22 લોકો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્યમાં કર્ફ્યૂભંગના 418 ગુના નોંધાયા છે. જેમાં 438 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ડ્રોન સર્વેલન્સ દ્વારા લોકડાઉનનો ભંગ કરનારાઓ સામે ગુનો નોંધી અત્યારસુધી 16 હજાર લોકોની ધરપકડ કરવામાં આવી છે.
| શહેર | પોઝિટિવ કેસ | મોત | ડિસ્ચાર્જ |
| અમદાવાદ | 1652 | 69 | 113 |
| વડોદરા | 218 | 11 | 53 |
| સુરત | 456 | 13 | 13 |
| રાજકોટ | 41 | 00 | 12 |
| ભાવનગર | 33 | 05 | 18 |
| આણંદ | 33 | 02 | 09 |
| ભરૂચ | 29 | 02 | 03 |
| ગાંધીનગર | 18 | 02 | 11 |
| પાટણ | 15 | 01 | 11 |
| નર્મદા | 12 | 00 | 00 |
| પંચમહાલ | 12 | 02 | 00 |
| બનાસકાંઠા | 16 | 00 | 01 |
| છોટાઉદેપુર | 11 | 00 | 03 |
| કચ્છ | 06 | 01 | 01 |
| મહેસાણા | 07 | 00 | 02 |
| બોટાદ | 11 | 01 | 00 |
| પોરબંદર | 03 | 00 | 03 |
| દાહોદ | 04 | 00 | 00 |
| ખેડા | 05 | 00 | 01 |
| ગીર-સોમનાથ | 03 | 00 | 02 |
| જામનગર | 01 | 01 | 00 |
| મોરબી | 01 | 00 | 00 |
| સાબરકાંઠા | 03 | 00 | 02 |
| મહીસાગર | 9 | 00 | 00 |
| અરવલ્લી | 18 | 01 | 00 |
| તાપી | 01 | 00 | 00 |
| વલસાડ | 04 | 01 | 00 |
| નવસારી | 01 | 00 | 00 |
| ડાંગ | 01 | 00 | 00 |
| કુલ | 2624 | 112 | 258 |

