આફત@ગુજરાત: એક જ દિવસમાં 313 પોઝિટિવ કેસ, કુલ 4395

અટલ સમાચાર ડેસ્ક સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે જેમાં ગુજરાત રાજ્ય પણ બાકાત રહ્યું નથી. ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસે ભારે હડકંપ મચાવ્યો છે. દિવસે ને દિવસે ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસોમાં વધારો થતો જાય છે. ત્યારે આજે ગુરુવારે એક જ દિવસમાં રાજ્યમાં 313 કોરોના પોઝિટિવ કેસો નોંધાતા રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો 4395 પહોંચ્યો
 
આફત@ગુજરાત: એક જ દિવસમાં 313 પોઝિટિવ કેસ, કુલ 4395

અટલ સમાચાર ડેસ્ક

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે જેમાં ગુજરાત રાજ્ય પણ બાકાત રહ્યું નથી. ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસે ભારે હડકંપ મચાવ્યો છે. દિવસે ને દિવસે ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસોમાં વધારો થતો જાય છે. ત્યારે આજે ગુરુવારે એક જ દિવસમાં રાજ્યમાં 313 કોરોના પોઝિટિવ કેસો નોંધાતા રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો 4395 પહોંચ્યો છે. જ્યારે આજે ગુરુવારે રાજ્યમાં 17 દર્દીઓના મોત સાથે રાજ્યમાં કુલ 214 લોકોના મોત નીપજ્યા છે. એક જ દિવસમાં 300થી વધારે પોઝિટિવ આવવાની આજે ત્રીજી ઘટના છે. આ પહેલા 19 એપ્રિલે અને 29 એપ્રિલે અનુક્રમે 367 અને 308 પોઝિટિવ કેસો નોંધાયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાતમાં કોરોના અંગે માહિતી આપતા રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, આજે 17 દર્દીના મૃત્યુ થયા છે. જેમાંથી 5ના પ્રાથમિક રીતે કોરોનાથી અને 12ના અન્ય બિમારી, હાઈ રિસ્ક અને કોરોનાથી મૃત્યુ થયા છે. જ્યારે 24 કલાકમાં કોવિડ 19ના 313 પોઝિટિવ કેસ નોંધાયા છે.

અમદાવાદ 249, વડોદરામાં 19, સુરતમાં 13, ગાંધીનગર-10, પંચમહાલ-10, ભાવનગરમાં 4, મહેસાણામાં 3, આણંદમાં 3, અરવલ્લી-1 અને દાહોદ-1 કેસનો સમાવેશ થાય છે. તેમજ 86 દર્દી સાજા થયા છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ 4395 દર્દી નોંધાયા છે. જેમાંથી 33 વેન્ટીલેટર પર છે અને 3535ની હાલત સ્થિર છે. જ્યારે 613 દર્દી સાજા થયા છે અને કુલ મૃત્યુઆંક 214 થયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 64007 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 4395ના પોઝિટિવ અને 59612ના નેગેટિવ રિપોર્ટ આવ્યા છે.

મહેસાણા જિલ્લામાં વડનગરના મોલિપુર ખાતે ત્રણ કેસ નોંધાયા છે. ગુજરાત સરકારની લોકડાઉનમાં મહત્વની જાહેરાત કરતા સીએમઓના સચિવ અશ્ચિની કુમારે જણાવ્યું કે, વિવિધ રાજ્યોમાં ફસાયેલા લોકોને તેમના વતન પરત મોકલવા માટે ગઈકાલે કેન્દ્ર સરકાર દ્વારા ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે.

ગુજરાત સરકાર દ્વારા તેનું પાલન કરવામાં આવશે. અન્ય રાજ્યના વિદ્યાર્થીઓ અને વેપારીઓ ગુજરાતમાં ફસાયા છે તે લોકો માટે ગુજરાતના 8 સિનિયર આઇએએસ અને 8 આઇપીએસ અધિકારીઓને જવાબદારી સોંપાઈ છે. અલગ-અલગ રાજ્ય માટે અલગ-અલગ અધિકારીને જવાબદારી સોંપવામાં આવી છે. જે તે રાજ્યના વહીવટી તંત્ર સાથે જરૂરી સંકલન કરીને ગુજરાતમાં ફસાયેલા વેપારી, વિદ્યાર્થીઓ, તીર્થ યાત્રીઓ તથા અન્ય લોકોને ફસાયેલા લોકોને મદદ કરશે.