આફત@ગુજરાતઃ હવામાન વિભાગની આગાહી આ દિવસે ભારે પવન ફૂંકાશે

અટલ સમાચાર, ડેસ્ક દેશ અને રાજ્યનું તંત્ર કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે લડી રહ્યું છે. કમોસમી વરસાદ રૂપી આફત આવવાની તૈયારી છે. બુધવારે રાજ્યના ડાંગ સહિત વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં વરસાદી છાંટા પડ્યા હતા. રાજ્યમાં સાઇક્લોનિક સર્ક્લુલેશનની અસરને પગલે વાતાવરણમાં પલટો આવ્યો છે. જેના પગલે આગામી 48 કલાક સુધી રાજ્યમાં વાદળછાંયુ
 
આફત@ગુજરાતઃ હવામાન વિભાગની આગાહી આ દિવસે ભારે પવન ફૂંકાશે

અટલ સમાચાર, ડેસ્ક

દેશ અને રાજ્યનું તંત્ર કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે લડી રહ્યું છે. કમોસમી વરસાદ રૂપી આફત આવવાની તૈયારી છે. બુધવારે રાજ્યના ડાંગ સહિત વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં વરસાદી છાંટા પડ્યા હતા. રાજ્યમાં સાઇક્લોનિક સર્ક્લુલેશનની અસરને પગલે વાતાવરણમાં પલટો આવ્યો છે. જેના પગલે આગામી 48 કલાક સુધી રાજ્યમાં વાદળછાંયુ વાતાવરણ બની રહેશે.

રાજ્યના વાતાવરણમાં પલટાની સાથે અનેક વિસ્તારોમાં થન્ડરસ્ટોમ સાથે વીજળી અને ભારે પવન ફૂંકાવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આગામી દિવસોમાં રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, સુરત, ભરૂચ, બોટાદ, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ સહિત જિલ્લામાં કમોસમી વરસાદ પડવાની સંભાવના રહેલી છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, 27 માર્ચના રોજ રાજ્યમાં કચ્છને બાદ કરતા અન્ય જગ્યાએ છૂટો છવાયો પવન સાથે વરસાદ પડવાની સંભાવના છે. 28 માર્ચના રોજ રાજ્યમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી નથી. જ્યારે 29મી માર્ચના રોજ આખા રાજ્યમાં છૂટો છવાયો વરસાદ પડવાની સંભાવના રહેલી છે.