File Photo
આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, પાટણ

સિધ્ધપુર તાલુકાના નેદરા ગામના ત્રણ દર્દીને કોરોના વાયરસની સારવાર આપી હતી. તંદુરસ્ત થયા હોવાનું જણાતાં રજા આપવાની હોઇ ફરીથી રિપોર્ટ કરાવવા આપ્યો હતો. જોકે એક મહિલા સહિત ત્રણને ફરીથી કોરોના થયો હોવાનું સામે આવ્યું છે. આવી સ્થિતિમાં ફરી એકવાર આ ત્રણેય દર્દીઓને ધારપુર મેડિકલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અગાઉના બે સહિત કુલ 5ને કોરોના રિટર્ન આવ્યો હોઇ સ્થિતિ ચિંતાજનક બની છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જિલ્લાના સિધ્ધપુર તાલુકાના નેદરા ગામે કોરોના વાયરસનો હાહાકાર શાંત થતો નથી. કાલે ગુરુવારે રાત્રે 3 દર્દીઓને ફરી કોરોના પોઝીટીવ આવતાં દોડધામ મચી ગઇ છે. સાજાં થયાને 7 દિવસમાં કોરોના વાયરસે હરાવી દેતા ફેસીલીટી ક્વોરોન્ટાઈનમાંથી સીધા ધારપુર મેડિકલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ અગાઉ પણ બે દર્દી સારવાર બાદ કોરોના વાયરસ સામે હારી ગયા હોઇ રોગ પ્રતિકારક શક્તિ નિષ્ફળ જતી હોવાનું મનાય છે.

સૂત્રોએ જણાવ્યું હતું, પાટણ જિલ્લામાં કેટલાક દિવસો કોરોના શાંત રહ્યા બાદ આજે નવા બે કેસ અને રિટર્ન કોરોના સહિત કુલ 5 દર્દી વધ્યા છે. આથી આરોગ્ય તંત્ર માટે કોરોના મહામારી આગામી 3 મે સુધી સંપૂર્ણ ડામી દેવી અત્યંત મહત્વની અને મથામણ કરવા લાયક બનો છે. સંક્રમણ સ્થગિત કરવું, પોઝીટીવ દર્દીને કાયમી નેગેટીવ રિપોર્ટ હેઠળ કરવા અને શંકાસ્પદોને ઘટાડવા સહિતના મુદ્દે વહીવટી તંત્ર કામે લાગ્યું છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code