આફત@વાવ: વિજળી ત્રાટકતાં વાડામાં રહેલા 100થી વધુ ઘેટાં બકરાંના મોત

અટલ સમાચાર, દિયોદર, ડીસા, વાવ વાવ તાલુકાના ગામે બુધવારે મોડી સાંજે કડાકા ભડાકાના વાતાવરણમાં વિજળી ત્રાટકી હતી. જેથી વાડામાં રહેલા 100થી વધુ ઘેટાં અને બકરાંના સ્થળ ઉપર મોત નિપજયાં છે. જેનાથી કૂંડાળીયા ગામના રબારી પરિવારોના માથે આભ ફાટી પડ્યું છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર અને અરેરાટી વ્યાપી ગઈ છે. બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર કુદરતી
 
આફત@વાવ: વિજળી ત્રાટકતાં વાડામાં રહેલા 100થી વધુ ઘેટાં બકરાંના મોત

અટલ સમાચાર, દિયોદર, ડીસા, વાવ 

વાવ તાલુકાના ગામે બુધવારે મોડી સાંજે કડાકા ભડાકાના વાતાવરણમાં વિજળી ત્રાટકી હતી. જેથી વાડામાં રહેલા 100થી વધુ ઘેટાં અને બકરાંના સ્થળ ઉપર મોત નિપજયાં છે. જેનાથી કૂંડાળીયા ગામના રબારી પરિવારોના માથે આભ ફાટી પડ્યું છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર અને અરેરાટી વ્યાપી ગઈ છે.

બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર કુદરતી આફત આવી છે. વાવ તાલુકાના કુંડાળીયા ગામે બુધવારે મોડી સાંજે સરેરાશ 7થી 8 વાગ્યાના સુમારે વરસાદી માહોલ વચ્ચે વિજળી ત્રાટકી હતી. ગામના રબારી પરિવારનાં વાડામાં વિજળી પડતાં 100થી વધુ ઘેટાં બકરાંના મોત થયા છે. એકસાથે મોટી સંખ્યામાં દૂધાળા પશુઓના મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઇ છે.

આફત@વાવ: વિજળી ત્રાટકતાં વાડામાં રહેલા 100થી વધુ ઘેટાં બકરાંના મોત

સૂત્રોએ જણાવ્યું હતું કે, રબારી પરિવારને આભ ફાટી પડ્યું હોવાની સ્થિતિ બની હોવાથી ગામ લોકો દોડી આવ્યા હતા. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા સાથે સગાં સંબંધીઓમાં પણ દોડધામ મચી ગઇ છે.

આફત@વાવ: વિજળી ત્રાટકતાં વાડામાં રહેલા 100થી વધુ ઘેટાં બકરાંના મોત