તબાહીઃ કોરોનાથી અમેરિકામાં 24 કલાકમાં 1480 લોકોના મોત, જાણો વધુ

અટલ સમાચાર, ડેસ્ક કોરોના વાયરસને કારણે અમેરિકામાં બરબાદીનો માહોલ સર્જાયો છે. દરરોજ સેંકડો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. અહીં છેલ્લા 24 કલાકમાં 1480 લોકોનાં મોત થયા છે. જોન હૉપકિન્સ યુનિવર્સિટીના ટ્રેકર પ્રમાણે ગુરુવારથી શુક્રવારનો દિવસ અમેરિકા માટે ખૂબ ખરાબ રહ્યો છે. આ દરમિયાન અહીં 1480 મોત થયા છે. આ એક રેકોર્ડ છે. કોરોના વાયરસને
 
તબાહીઃ કોરોનાથી અમેરિકામાં 24 કલાકમાં 1480 લોકોના મોત, જાણો વધુ

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના વાયરસને કારણે અમેરિકામાં બરબાદીનો માહોલ સર્જાયો છે. દરરોજ સેંકડો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. અહીં છેલ્લા 24 કલાકમાં 1480 લોકોનાં મોત થયા છે. જોન હૉપકિન્સ યુનિવર્સિટીના ટ્રેકર પ્રમાણે ગુરુવારથી શુક્રવારનો દિવસ અમેરિકા માટે ખૂબ ખરાબ રહ્યો છે. આ દરમિયાન અહીં 1480 મોત થયા છે. આ એક રેકોર્ડ છે. કોરોના વાયરસને કારણે અત્યાર સુધી દુનિયામાં કોઈ પણ દેશમાં 24 કલાકમાં આટલા મોત નથી નોંધાયા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

નવા આંકડા પ્રમાણે અમેરિકામાં કોવિડ 19ના ચેપને કારણે કુલ 7406 લોકોનાં મોત થયા છે. એકલા ન્યૂયોર્કમાં જ 3000થી વધારે લોકોનાં મોત થયા છે. દર કલાકે મોતનો આંકડો વધી રહ્યો છે. એટલું જ નહીં અહીં એક લાખથી વધારે લોકોને કોરોના વાયરસનો ચેપ લાગી ગયો છે. જ્યારે આખા અમેરિકામાં કોરોનાનો ચેપ લાગ્યો હોય તેવા દર્દીઓની સંખ્યા અઢી લાખથી વધારે છે. કોરોનાના વધી રહેલા સંક્રમણને ધ્યાનમાં રાખીને ન્યૂયોર્કના ગવર્નરે અન્ય રાજ્યના ગવર્નરોને મહામારી સામે લડવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવાની અપીલ કરી છે.

આ દરમિયાન અમેરિકામાં તમામ લોકોને માસ્ક પહેરવાની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જોકે, રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે તેઓ માસ્ક નહીં પહેરે. આ પહેલા સંશોધનમાં કહેવામાં આવ્યું હતું કે ફક્ત કોરોના વાયરસના દર્દીઓની દેખરેખ રાખતા લોકોએ માસ્ક પહેરવું જરૂરી છે. પરંતુ હવે સામે આવ્યું છે કે આ વાયરસ ખૂબ જ ખતરનાક છે આથી તમામ લોકોએ માસ્ક પહેરવું જોઈએ. ટ્રમ્પે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે હાલમાં તેઓ નવી માર્ગદર્શિકાને નહીં માને.

અમેરિકામાં સતત વધી રહેલા મોતના આંકડા બાદ ખુદ અમેરિકાના તંત્રએ કોરોનાની મહામારીને કારણે આશરે બે લાખ લોકોનાં મોતની આશંકા વ્યક્ત કરી છે. હકીકતમાં અમેરિકામાં કોરોના વાયરસના સંક્રમણનો ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે. પહેલા એવું કહેવામાં આવ્યું હતું કે કોરોના વાયરસ ખાસ કરીને વૃદ્ધો તેમજ ભૂતકાળમાં કોઈ બીમારી હોય તેવા લોકોને વધારે શિકાર બનાવે છે, પરંતુ ન્યૂયોર્કમાં અચાનક યુવાઓનોમાં કોરોના વાયરસના સંક્રમણના કેસ સામે આવતા હાહાકાર મચી ગયો છે.