File Photo
આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

પોર્નોગ્રાફી કેસમાં શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. આજે તેની ફરી કોર્ટમાં સુનાવણી થવાની છે. એક તરફ જ્યાં રાજે ગેરકાયદેસર ગણાવીને તેમની ધરપકડને હાઇકોર્ટમાં પડકારવાનું કહ્યું છે. તો બીજી તરફ, તપાસ અધિકારીઓ આ કેસમાં શક્ય તેટલી માહિતી એકત્રિત કરવામાં વ્યસ્ત છે. આ સંબંધમાં ગુજરાતના એક ઉદ્યોગપતિએ વેપારી રાજ કુંદ્રા પર ત્રણ લાખ રૂપિયાની છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે.

દેશી ગાયનું ઘી બુક કરવા અહિં ક્લિક કરો

પોલીસ અધિકારીએ કહ્યું કે, રાજ કુંદ્રા પર અમદાવાદના વેપારી હિરેન પરમારે મુંબઈ ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી છે. એટલું જ નહીં, ઓનલાઇન નોંધાયેલી આ ફરિયાદમાં ઉદ્યોગપતિએ આરોપ લગાવ્યો છે કે રાજ કુંદ્રાની કંપની વિયાન ઇન્ડસ્ટ્રીએ તેમને ઓનલાઇન ક્રિકેટ ગેમ ડોટના ડિસ્ટ્રિબ્યુટર બનવાનું વચન આપ્યું હતું. તેણે ત્રણ લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. કંપનીએ વચન પૂરું કર્યું ન હતું. ત્યારે હિરેન પરમારે કંપની પાસે તેના 3 લાખ રૂપિયા માંગ્યા, જે તેણે આ ઓનલાઇન ક્રિકેટ આધારિત ગેમમાં રોક્યા હતા. પરંતુ તેને પૈસા મળ્યા ન હતા. કંપની તરફથી જવાબ પણ મળ્યો નહીં.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અહેવાલમાં જણાવ્યા અનુસાર અધિકારીઓએ એમ પણ કહ્યું હતું કે, ફરિયાદી હિરેન પરમારનો દાવો છે કે, તેણે આ મામલે વર્ષ 2019 માં ગુજરાત સાયબર ડિપાર્ટમેન્ટમાં પણ ફરિયાદ નોંધાવી હતી, પરંતુ આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ પછી, જ્યારે રાજ કુંદ્રાની અશ્લીલ સામગ્રી બનાવવા અને વેચવા બદલ ધરપકડ કરવામાં આવી ત્યારે તેણે મુંબઈ પોલીસનો સંપર્ક કર્યો. પરમારે એવો દાવો પણ કર્યો છે કે, તેમના જેવા ઘણા લોકો છે, જેમની પાસેથી રાજ કુંદ્રાની કંપની દ્વારા કરોડો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે.

શું રાજ કુંદ્રાના કર્મચારી બનશે સરકારી સાક્ષી ?

વળી, કેટલાક મીડિયા અહેવાલો દાવો કરે છે કે, પોર્નોગ્રાફી કેસમાં ફસાયેલા રાજ કુંદ્રાની સમસ્યાઓ દિવસેને દિવસે વધી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે, રાજ કુંદ્રાના ચાર કર્મચારી હવે સરકારી સાક્ષી બનવા માટે તૈયાર છે. સરકારી સાક્ષી બનીને, પોલીસને પોર્નોગ્રાફી આ કૌભાંડનો પર્દાફાશ કરવામાં મદદ કરશે. જો આવું થાય છે, તો આ કેસ ખરેખર રાજ કુંદ્રા માટે એક મોટી સમસ્યા બની શકે છે.

રાજ કુંદ્રા પોર્ન કેસના કાનપુર કનેક્શન સામે આવ્યું છે. આ મામલામાં પ્રમુખ આરોપીઓમાંથી એક અરવિંદ શ્રીવાસ્તવનો અશ્લીલ બિઝનેસ ખૂબ એક્સપાન્ડ થયો છે. 100 દિવસની અંદર અરંવિંદની પત્ની હર્ષિતા કરોડપતિ થઈ ગઈ છે. તપાસમાં સામે આવ્યું છે કે, રાજ કુંદ્રાની કંપની ફ્લિજ મૂવીઝની કમાણીનો હિસ્સો શહેરના શ્યામનગર નિવાસી અરવિંદ શ્રીવાસ્તવની પત્ની હર્ષિતાના ખાતામાં સીધો ટ્રાન્સફર કરવામાં આવતો હતો. ખાતાની ડિટેલ્સથી ખબર પડી છે કે, માત્ર 100 દિવસમાં જ હર્ષિતા કરોડપતિ થઈ ગઈ. પહેલી વાર ચેનલ ફ્લિજ ઓપીસી પ્રાઈવેટ લિમિટેડથી અરવિંદની પત્ની હર્ષિતામાં 40 હજાર ટ્રાંસફર કરવામાં આવ્યા. આ બાદ 100 દિવસમાં અરવિંદને જ પત્નીના ખાતામાં 2.15 કરોડ રુપિયા ટ્રાન્સફર કર્યા છે. આ પૈસા સેલરી તરીકે જમા કરવામાં આવતા હતા. જ્યારે પરિવારનું કહેવું છે કે હર્ષિતા જોબ નથી કરતી.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code