ઘટસ્ફોટ@ડીસા: મુસાફર મહિલાને જગાડી હવસ સંતોષી, આરોપીના નામ આવ્યા

અટલ સમાચાર,ડીસા (અંકુર ત્રિવેદી) ડીસા શહેરના બસસ્ટેન્ડમાં વહેલી સવારે દુષ્કર્મની ઘટનાને લઇ ચોંકાવનારી વિગતો સામે આવી છે. દુષ્કર્મનો ભોગ બનનાર મહિલા અને તેનો પ્રેમી અમદાવાદથી ડીસા શહેર આવ્યા હતા. આ દરમ્યાન થાક્યા હોઇ બસસ્ટેન્ડમાં જ બંને સુઇ ગયા હતા. આ પછી વહેલી સવારે હોમગાર્ડ જવાનોએ આવી પુછપરછનો ડર બતાવી હવસ સંતોષી લીધી હતી. જેમાં પોલીસે
 
ઘટસ્ફોટ@ડીસા: મુસાફર મહિલાને જગાડી હવસ સંતોષી, આરોપીના નામ આવ્યા

અટલ સમાચાર,ડીસા (અંકુર ત્રિવેદી)

ડીસા શહેરના બસસ્ટેન્ડમાં વહેલી સવારે દુષ્કર્મની ઘટનાને લઇ ચોંકાવનારી વિગતો સામે આવી છે. દુષ્કર્મનો ભોગ બનનાર મહિલા અને તેનો પ્રેમી અમદાવાદથી ડીસા શહેર આવ્યા હતા. આ દરમ્યાન થાક્યા હોઇ બસસ્ટેન્ડમાં જ બંને સુઇ ગયા હતા. આ પછી વહેલી સવારે હોમગાર્ડ જવાનોએ આવી પુછપરછનો ડર બતાવી હવસ સંતોષી લીધી હતી. જેમાં પોલીસે બે હોમગાર્ડ અને ચાની કીટલી ધરાવતા ઇસમની અટકાયત કરી લીધી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઘટસ્ફોટ@ડીસા: મુસાફર મહિલાને જગાડી હવસ સંતોષી, આરોપીના નામ આવ્યા

બનાસકાંઠા જીલ્લાના ડીસા શહેરના મુખ્ય બસસ્ટેન્ડમાં દુષ્કર્મની ઘટનાથી મહિલા સુરક્ષા તળીયે ગઇ હોવાનું સાબિત થયુ છે. અમદાવાદથી નીકળેલ પ્રેમીયુગલ ડીસા બસસ્ટેન્ડમાં રાત્રે એક વાગ્યાના સુમારે આવ્યા હતા. આ પછી થાકને પગલે બંને બસસ્ટેન્ડમાં આરામ કરવા સુઇ ગયા હતા. જેમાં વહેલી પરોઢે પાંચ વાગ્યાના સુમારે બે હોમગાર્ડ ભુરા ઓધવજી ઠાકોર અને સંજય વસંતભાઇ દરજીએ પુછપરછ કરવા મહિલાને જગાડી હતી. આથી ગભરાહટને પગલે મહિલા ડરમાં આવી જતાં બે હોમગાર્ડ જવાન અને ચાની કીટલી ધરાવતા પીરા સેધાભાઇ ઠાકોરે શરીરસુખની માંગ કરી હતી.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, મહિલાને બીક બતાવી હોમગાર્ડ સંજય અને ચાની કીટલીવાળા પીરાએ વારાફરતી દુષ્કર્મ આચર્યુ હતુ. જેમાં અન્ય હોમગાર્ડ ભુરા ઓધવજી ઠાકોરે મદદગારી કરી ઘટનાને અંજામ અપાવ્યો હતો. સમગ્ર વારદાતથી પિડિત મહિલા અને તેના પ્રેમી ભારે દબાણ વચ્ચે આવી ગયા હતા. આ પછી સવારે ડીસા ઉત્તર પોલીસ મથકે પહોંચી પિડીત મહિલાએ આરોપી હોમગાર્ડ અને ચાની કીટલીવાળા વિરૂધ્ધ દુષ્કર્મની ફરીયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે ત્રણેય આરોપીઓની અટકાયત કરી તપાસ શરૂ કરી છે.