ઘટસ્ફોટ@કડી: કુટણખાનું ઝડપાયેલ ગેસ્ટહાઉસના માલિક ભાજપના દિગ્ગજ નેતા

અટલ સમાચાર, કડી કડી શહેરમાં રેડ કરી કુટણખાનુ ઝડપાઇ ગયાના અહેવાલ બાદ સનસનીખેજ બાબત સામે આવી છે. જે જગ્યાએ પોલીસે કુટણખાનુ ઝડપ્યું તે ગેસ્ટહાઉસના માલિક ભાજપના સ્થાનિક નેતા હોવાનું સામે આવ્યુ છે. અવાર-નવાર નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ સાથે દેખાતા દેવેન્દ્ર રાવળનું ઉંટવા પાસે ગેસ્ટ હાઉસ આવેલુ છે. સુત્રોએ જણાવ્યુ હતુ કે, તાજેતરના વર્ષોમાં ભવ્ય ગેસ્ટ
 
ઘટસ્ફોટ@કડી: કુટણખાનું ઝડપાયેલ ગેસ્ટહાઉસના માલિક ભાજપના દિગ્ગજ નેતા

અટલ સમાચાર, કડી

કડી શહેરમાં રેડ કરી કુટણખાનુ ઝડપાઇ ગયાના અહેવાલ બાદ સનસનીખેજ બાબત સામે આવી છે. જે જગ્યાએ પોલીસે કુટણખાનુ ઝડપ્યું તે ગેસ્ટહાઉસના માલિક ભાજપના સ્થાનિક નેતા હોવાનું સામે આવ્યુ છે. અવાર-નવાર નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ સાથે દેખાતા દેવેન્દ્ર રાવળનું ઉંટવા પાસે ગેસ્ટ હાઉસ આવેલુ છે. સુત્રોએ જણાવ્યુ હતુ કે, તાજેતરના વર્ષોમાં ભવ્ય ગેસ્ટ હાઉસ બનાવ્યા બાદ તેનો ઉપયોગ દેહવ્યાપાર માટે થતા ચકચાર મચી ગઇ છે.

ઘટસ્ફોટ@કડી: કુટણખાનું ઝડપાયેલ ગેસ્ટહાઉસના માલિક ભાજપના દિગ્ગજ નેતા

મહેસાણા ડીવાયએસપી મંજીતા વણઝારાએ શુક્રવારે બપોરે ગેરસ્ટ હાઉસમાં રેડ કરી ત્રણ યુવતિને દેહવ્યાપાર મામલે ઝડપી પાડી છે. આ પછી ગેસ્ટ હાઉસના માલિક વિશેની માહિતિ સામે આવતા કડી સહિત મહેસાણા જીલ્લા રાજકીય આલમમા ખળભળાટ મચી ગયો છે. સીમા મકવાણા નામની મહિલા ભાજપના દિગ્ગ્જ નેતા દેવેન્દ્ર રાવળના ગેસ્ટ હાઉસમાંથી ઝડપાઇ જતા દોડધામ મચી ગઇ છે. ઘટનાને પગલે કડી ભાજપ સંગઠનમાં મામલો ચર્ચાસ્પદ બનતા મુંઝવણભરી સ્થિતિ બની છે.

ઘટસ્ફોટ@કડી: કુટણખાનું ઝડપાયેલ ગેસ્ટહાઉસના માલિક ભાજપના દિગ્ગજ નેતા

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ભાજપના નેતા દેવેન્દ્ર રાવળના ગેસ્ટ હાઉસમાં પોલીસની રેડ પડતાનું જાણી સમગ્ર કડી શહેરમાં રાજકીય અને સામાજીક વાતાવરણ ગરમાયુ છે. ઘટનાને પગલે નાગરિકો અત્યંત નારાજગી વ્યકત કરી પોલીસ સમક્ષ કડક કાર્યવાહી કરવાની માંગ સાથે કસુરવારને છોડવામાં ન આવે તેવી અપેક્ષા રાખી છે.

 કોણ છે દેવેન્દ્ર રાવળ ?

દેવેન્દ્ર રાવળ કડી તાલુકા પંચાયતના ડેલિકેટ છે. આ સાથે ખાદી ગ્રામોદ્યોગ બોર્ડના પણ ડિરેક્ટર છે. કડી તાલુકા ભાજપના દિગ્ગજ આગેવાન છે. આથી મામલો અત્યંત ગંભીર બની ગયો હોઇ મહેસાણા પોલીસ કડક કાર્યવાહીમાં લાગી છે.