ઘટસ્ફોટ@પાટણ: ન જાણ્યું જાનકીનાથે… લાંચિયા ઇજનેર વિપુલ માટે રૂપિયા લેવા જતાં તાલુકા ઇજનેર ACBમાં ફસાયા

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ પાટણમાં ગત દિવસે થયેલ ACBની ચકચારી ટ્રેપમાં ચોંકાવનારો ઘટસ્ફોટ સામે આવ્યો છે. જીલ્લા ઇજનેર વિપુલ પટેલે બાંધકામ સ્થળ સિવાયના તાલુકા ઇજનેરને લાંચની રકમ લેવા મોકલ્યાં હતા. કોન્ટ્રાક્ટરના કામો શંખેશ્વર અને સમી પંથકના હતા પરંતુ લાંચ જીલ્લા ઇજનેર વિપુલને લેવાની હતી. જોકે લાંચની રકમ લેતાં પકડવા માટે ગોઠવાયેલી ટ્રેપ દરમ્યાન “ન
 
ઘટસ્ફોટ@પાટણ: ન જાણ્યું જાનકીનાથે… લાંચિયા ઇજનેર વિપુલ માટે રૂપિયા લેવા જતાં તાલુકા ઇજનેર ACBમાં ફસાયા

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ

પાટણમાં ગત દિવસે થયેલ ACBની ચકચારી ટ્રેપમાં ચોંકાવનારો ઘટસ્ફોટ સામે આવ્યો છે. જીલ્લા ઇજનેર વિપુલ પટેલે બાંધકામ સ્થળ સિવાયના તાલુકા ઇજનેરને લાંચની રકમ લેવા મોકલ્યાં હતા. કોન્ટ્રાક્ટરના કામો શંખેશ્વર અને સમી પંથકના હતા પરંતુ લાંચ જીલ્લા ઇજનેર વિપુલને લેવાની હતી. જોકે લાંચની રકમ લેતાં પકડવા માટે ગોઠવાયેલી ટ્રેપ દરમ્યાન “ન જાણ્યું જાનકીનાથે, ઘડીભરમાં શું બનશે ?” તેવો ઘાટ સર્જાઇ ગયો હતો. લાંચની રકમ આપવાનો ફોન આવતાં જ વિપુલે ચાણસ્મા તાલુકા ઇજનેર (TRP) વિનોદ ગોરને રકમ લેવા કહ્યું હતુ. આ દરમ્યાન ACBએ વિનોદ ગોરને પકડી લેતાં પગતળે જમીન ખસી ગયાની સ્થિતિ બની હતી. લાંચની રકમ સ્વિકારી હોઇ વિનોદ ગોર પણ આરોપી બનતાં તેના વિરૂધ્ધ તપાસ શરૂ થઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર ગુજરાતના પાટણ જીલ્લા સર્વ શિક્ષા અભિયાનના 2 ઇજનેર ACBની રડારમાં આવતાં હડકંપ મચી ગયો હતો. જોકે ACBની સફળ ટ્રેપ થયા બાદ લાંચની રકમ સ્વિકારનાર ઇજનેરની હાલત “ન જાણ્યું જાનકીનાથે, કેવી આફત આવી ?” તેવી સ્થિતિ બની હતી. હકીકતે જીલ્લા ઇજનેર વિપુલ પટેલે શંખેશ્વર અને સમી પંથકમાં થયેલાં બાંધકામ સામે લાંચની માંગણી કરી હતી. જેમાં અગાઉ ચારેક લાખ જેટલી રકમ લાંચ સ્વરૂપે મેળવી લીધા બાદ વધુ રકમ મેળવવા રકઝક થતી હતી. જેમાં કોન્ટ્રાક્ટરે 20,000 આપવાની તૈયારી બતાવતાં વિપુલે આ લાંચની રકમ લેવા વિનોદ ગોરને કહ્યુ હતુ. કોન્ટ્રાક્ટરે લાંચિયા વિપુલ પટેલને ફોન કરતાં નક્કી થયેલ સ્થળે જવા વિપુલે ચાણસ્મા તાલુકા ઇજનેર વિનોદ ગોરને મોકલ્યાં હતા. આ દરમ્યાન વિનોદ ગોરે જીલ્લા ઇજનેર વિપુલ પટેલને ફોન કરી રકમ સ્વિકારી લેવા પુછતાં હા પાડતાં સ્વિકારી હતી.

 

સૂત્રોએ જણાવ્યું હતુ કે, શંખેશ્વર અને સમી પંથકમાં થયેલ સર્વ શિક્ષા અભિયાન હેઠળના બાંધકામો સામે વિપુલ પટેલે તબક્કાવાર મોટી લાંચ લીધી હતી. આ 20,000ની લાંચ સામે ગોઠવાયેલ ACB ટ્રેપના દિવસે ચાણસ્મા તાલુકા ઇજનેર વિનોદ ગોર કે જેઓ એ સમયે પાટણ હતા. જેથી વિપુલ પટેલે લાંચની રકમ સ્વિકારવા વિનોદ ગોરને મોકલતાં ઝડપાઇ ગયા હતા. ACBએ પુછપરછ કરતાં વિનોદ ગોરે કહ્યુ હતુ કે, DPE વિપુલ પટેલે કહેતાં આ લાંચની રકમ 20,000 સ્વિકારી છે. સમગ્ર મામલે ACB PI કે.કે.ડીંડોડે જણાવ્યું હતુ કે, વિનોદ ગોરે લાંચની રકમ વિપુલ પટેલ વતી સ્વિકારી હતી. જોકે લાંચમાં ભાગબટાઇ હતી કે કેમ ? તે મામલે આરોપી વિનોદ ગોરની પુછપરછ બાદ વધુ વિગતો સામે આવી શકે છે.

દેશી ગાયનું ઘી બુક કરવા અહિં ક્લિક કરો