ઘટસ્ફોટ@રાજકોટ: જેલમાં બેસીને જ દોંગા ગુંડાગીરીનું નેટવર્ક ચલાવતો, જેલરની પણ અટકાયત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક ગોંડલની સબજેલમાં રહેલો આરોપી નિખિલ દોંગા જેલની અંદર રહીને ઓર્ગેનાઇઝ ક્રાઇમ આચરતો હોવાનો તપાસમાં ઘટસ્ફોટ થયો છે. નિખિલ અને તેની ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયા બાદ જેલર પરમારની પણ ગુજસીટોક હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. જેલર પરમાર પોતાની ચેમ્બર નિખિલ દોંગાને સોંપી દેતો હતો અને જેલરની ખુરશી પર બેસી
 
ઘટસ્ફોટ@રાજકોટ: જેલમાં બેસીને જ દોંગા ગુંડાગીરીનું નેટવર્ક ચલાવતો, જેલરની પણ અટકાયત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગોંડલની સબજેલમાં રહેલો આરોપી નિખિલ દોંગા જેલની અંદર રહીને ઓર્ગેનાઇઝ ક્રાઇમ આચરતો હોવાનો તપાસમાં ઘટસ્ફોટ થયો છે. નિખિલ અને તેની ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયા બાદ જેલર પરમારની પણ ગુજસીટોક હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. જેલર પરમાર પોતાની ચેમ્બર નિખિલ દોંગાને સોંપી દેતો હતો અને જેલરની ખુરશી પર બેસી નિખિલ લોકોને ધમકાવી નાણાં પડાવતો હોવાનો તપાસમાં ધડાકો થયો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજકોટની ગોંડલ સબ જેલમાં રહીને ઓર્ગેનાઇઝ ક્રાઇમ આચરનાર નિખિલ દોંગા અને તેની ગેંગ સામે ગુનો નોંધાયા બાદ પોલીસ તપાસમાં ગોંડલ સબ જેલના જેલર ધીરૂ કરશન પરમારની સંડોવણી પણ બહાર આવી છે. જેલમાંથી ચાલતા ગોરખધંધા માટે નિખિલને જેલર પરમાર સંપૂર્ણ સુવિધા પૂરી પાડતો હતો. એટલું જ નહીં, જેલર ગેંગનો સભ્ય બની ગયો હોય તેવું ચિત્ર ઉપસ્યું હતું અને ગોંડલ સિટી પોલીસે અંતે જેલર ધીરૂ પરમાર સામે પણ ગુજસીટોક હેઠળ ગુનો નોંધી તેને આઠ દિવસના રિમાન્ડ પર લીધો હતો.

ઘટસ્ફોટ@રાજકોટ: જેલમાં બેસીને જ દોંગા ગુંડાગીરીનું નેટવર્ક ચલાવતો, જેલરની પણ અટકાયત
જાહેરાત

સૂત્રોએ જણાવ્યું હતુ કે, જેલર પરમારના આઠ દિવસના રિમાન્ડ દરમ્યાન પોલીસને અનેક મહત્વની કડી હાથ લાગી હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, નિખિલ દોંગા જેલમાં પોતાની બેરેકમાં રહેતો જ નહોતો, જેલર પરમારે તેની પોતાની ચેમ્બર નિખિલને જાણે સોંપી દીધી હતી. જેલરની ખુરશી પર બેસી નિખિલ દોંગા બહાર ફોન કરતો, લોકોને ધમકાવતો, સમાધાન કરાવતો અને પૈસા પડાવતો હતો. અને આ તમામ ગોરખધંધા જેલરની ચેમ્બરમાંથી થતા હતા. નિખિલની ગેંગના સભ્યની જેમ કામ કરતાં જેલર ધીરૂ પરમારને આવા કૃત્ય બદલ નિખિલ તરફથી કે અન્ય કોઇપણ રીતે આર્થિક લાભ થયો હતો કે કેમ?, જેલર ધીરૂએ વસાવેલી મિલકતની પણ આ અર્થે તપાસ કરવામાં આવશે, આગામી દિવસોમાં એસીબી અને ઇન્કમટેક્સ વિભાગને પણ પોલીસ દ્વારા જાણ કરવામાં આવશે. જેલર પરમારના રિમાન્ડ પૂરા થતાં તેને પોરબંદર જેલ હવાલે કરવામાં આવ્યો હતો.