ઘટસ્ફોટ@કૌભાંડ: 5 કરોડના RO, કુલર ખરીદીમાં કેસીજી કચેરી અને વેપારીનો મામલો, કોણ કોને છેતરી ગયું જાણો વિગતે

 
Kaubhand
નિષ્કાળજી અને સરકારનાં નાણાંકીય હિતો બાબતે પ્રોએક્ટિવ થયું નથી

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 

અમદાવાદ સ્થિત નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાત એટલે કે કેસીજી કચેરીએ સરેરાશ રૂ. 5 કરોડના આર.ઓ અને કુલરની ખરીદીમાં સરકારના નાણાંકીય હિતમાં બેદરકારી રાખી કેમ તે તપાસનો વિષય બનતો જાય છે. જોકે આ તરફ વેપારી પાર્ટીએ આર.એ પ્રક્રિયા દરમ્યાન અને તે પહેલાં જે કાંઇ રાજરમત રમી તે પણ તપાસનો વિષય સરકારના હિતમાં છે. હવે અહિં બંને વચ્ચે એક શબ્દ કોમન છે અને તે શબ્દ છે ઈરાદાપૂર્વકની અથવા બિન ઈરાદાપૂર્વકની છેતરપિંડી. કોણ કોને છેતરી ગયું તે કળવું અઘરું છે એટલું સહેલું પણ છે પરંતુ સરકારને નાણાંકીય નુકસાન આપ્યું તે સૌથી કોમન વાત છે. હવે અહિં સૌથી મોટો સવાલ છે કે, છેતરવા બાબતની કોણે પહેલ કરી અને કેમ તે જાણીએ વિગતવાર.


નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાતના અધિકારીઓએ ગવર્નમેન્ટ ઈ માર્કેટપ્લેસ ઉપરથી બીડ નં. GEM/2026/B/7191500 થી આર.ઓ અને કુલર ખરીદવા જે પ્રક્રિયા કરી તેમાં ભયંકર હદે બેદરકારી, નિષ્કાળજી અને સરકારનાં નાણાંકીય હિતો બાબતે પ્રોએક્ટિવ થયું નથી. ટેન્ડર બાદ એજન્સીઓના ડોક્યુમેન્ટ ચકાસણી બાદ 2 એજન્સી વચ્ચે ભાવ ઓફરની સ્પર્ધા થઇ હતી પરંતુ બંને વેપારી એજન્સીએ એકબીજા સાથે મિલીભગત કરી દેખાડો કરવા પૂરતી સ્પર્ધા એટલે કે રિવર્સ ઓક્શન કર્યું હતુ અને નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાતના અધિકારીઓએ પણ આ બાબતે બધું યોગ્ય રાખ્યું હતુ. હવે અહિં સૌથી મોટો સવાલ થાય કે, આ મિલીભગત પરિસ્થિતિને આધીન હતી કે પૂર્વ આયોજિત? અગાઉ હતી તો શું નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાતના અધિકારીઓ જાણ કેમ ના હતી ? જાણ હતી તો શું રિંગ થવા દેવા ઈરાદાપૂર્વક કે બિન ઈરાદાપૂર્વકની સહમતી હતી ? વાંચો નીચેના ફકરામાં.


સૂત્રોએ જણાવ્યું હતું કે, ચારથી પાંચ કરોડના ટેન્ડરમા એજન્સીઓ માત્ર આર.એ દરમ્યાન હાથ મિલાવી લે તે વાત મુશ્કેલ જ નહિ પરંતુ અઘરી પણ છે. આટલુ જ નહિ, ખરીદનાર એવા બાયર નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાતના અધિકારીઓની પ્રામાણિક અને પારદર્શક ખરીદીની તાકાત સામે આવી હિંમત વેપારી એજન્સી કરી શકે નહિ. એટલે કે, રિવર્સ ઓક્શન દરમ્યાન કે.ડી સર્વિસ નામની એજન્સીએ જેના કુલરનો વેપારી સોદો કર્યો તેને પહેલાથી જ આ ટેન્ડરમા ભાગ લેવાનું કહ્યું હોય જ. આટલુ જ નહિ કે.ડી સર્વિસ નામની એજન્સી જે એલ૧ આવી તેણે આવી મિલીભગત કરીશુ અથવા થશે તેની જાણ બાયર પ્રક્રિયા સાથે સંકળાયેલા અધિકારીઓને કહ્યું ના હોય તે લગભગ અશક્ય છે. આથી જો નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાતના પ્રામાણિક અને બાહોશ સીઈઓ દિલીપભાઈ તટસ્થ તપાસ કરાવશે તો સેટિંગ્સબાજી અને મિલીભગતનો ભાંડો તો ફુટશે પરંતુ કોણ કોને છેતરી ગયું અથવા ભેગા મળીને તંત્ર નામની તાકાતને છેતરી તે પણ ખુલાસો થશે.