ખુલાસોઃ આ કંપનીના સ્માર્ટફોન ભારતીય યૂઝર્સના ડેટા ચોરીને ચીનને આપે છે

અટલ સમાચાર, ડેસ્ક ચીનની ફોન નિર્માતા કંપની Xiaomi એકવાર ફરી પ્રાઈવેસીનું ઉલ્લંઘન કરવાના મામલાને લઈ ચર્ચામાં આવી છે. ફોર્બ્સના રિપોર્ટ અનુસાર, બજારમાં ભાગીદારીના હિસાબે ભારતની સૌથી મોટી સ્માર્ટફોન નિર્માતા કંપનીએ પોતાના મોબાઈલ્સમાં જાણી જોઈને એવી ખામીઓ છોડી દીધી છે, જેનાથી યૂઝર્સનો ડેટા ચીનમાં રહેલા અલાબાબાના સર્વરને મોકલી શકાય. શોધકર્તાઓનો દાવો છે કે, રેડમી અને એમઆઈ
 
ખુલાસોઃ આ કંપનીના સ્માર્ટફોન ભારતીય યૂઝર્સના ડેટા ચોરીને ચીનને આપે છે

અટલ સમાચાર, ડેસ્ક

ચીનની ફોન નિર્માતા કંપની Xiaomi એકવાર ફરી પ્રાઈવેસીનું ઉલ્લંઘન કરવાના મામલાને લઈ ચર્ચામાં આવી છે. ફોર્બ્સના રિપોર્ટ અનુસાર, બજારમાં ભાગીદારીના હિસાબે ભારતની સૌથી મોટી સ્માર્ટફોન નિર્માતા કંપનીએ પોતાના મોબાઈલ્સમાં જાણી જોઈને એવી ખામીઓ છોડી દીધી છે, જેનાથી યૂઝર્સનો ડેટા ચીનમાં રહેલા અલાબાબાના સર્વરને મોકલી શકાય. શોધકર્તાઓનો દાવો છે કે, રેડમી અને એમઆઈ સીરિઝના હેન્ડસેટ્સમાં પહેલાથી ઈન્સ્ટોલ એપ્સની સાથે જ ડિફોલ્ટ બ્રાઉઝર ઈનકોગ્નીટો મોડમાં પણ યૂઝર્સની વેબ હિસ્ટ્રી રેકોર્ડ કરી શકે છે. જોકે, કંપનીએ શોધકર્તાઓના દાવાને ફગાવી દીધો છે. સાથે કહ્યું કે, કંપની કેટલાક યૂઝર્સનો ડેટા ટ્રેક જરૂર કરે છે, પરંતુ તે થર્ડ પાર્ટી સાથે તેને વહેંચતી નથી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

Forbesના રિપોર્ટ અનુસાર, જો કોઈ યૂઝર્સ Xiaomiના ડિફોલ્ટ બ્રાઉઝર દ્વારા ઈન્ટરનેટ યૂઝ કરે છે તો કંપનીતેનું પુરૂ બ્રાઉઝર ડેટા રેકોર્ડ કરે છે. એટલું જ નહી ગૂગલ અને યૂઝર્સની પ્રાઈવેસીને ધ્યાનમાં રાખી બનાવવામાં આવેલા સર્ચ એન્જિન ડકડકગો પર પૂછવામાં આવેલા પ્રશ્નો સુધી રેકોર્ડ કરવામાં આવે છે. આ સિવાય કંપનીના હેન્ડસેટમાં ઉપલબ્ધ કરાવવામાં આવેલા ન્યૂઝ ફીડ ફિચર દ્વારા દેખવામાં આવેલી દરેક વસ્તુની જાણકારી પણ ભેગી કરવામાં આવે છે. આ સિવાય ડેન્ડસેટમાં યૂઝરે કયું ફોલ્ડર કેટલી વખત ખોલ્યું તેની પણ નોંધ ભેગી કરવામાં આવે છે. કદાચ તમને ભરોસો નહીં થાય, પરંતુ આ કંપનીએ વાતનો પણ ડેટા પોતાની પાસે રાખે છે કે તમે મોબાઈલ સ્ક્રિનને કેટલી વખત સ્વાઈપ કરી છે.

શોધકર્તાઓનો દાવો છે કે, ચીનની ફોન નિર્માતા કંપની ભારતીય યૂઝર્સના સ્ટેટસ બાર અને સેટિંગ પેજ સુધીની નોંધ ભેગી કરી અલીબાબાના સર્વરને ટ્રાસમિટ કરી રહી છે. રિપોર્ટ અનુસાર, Xiaomiનું વેબ ડોમેન બિઝિંગમાં રજિસ્ટર્ડ છે, પરંતુ કંપની યૂઝર્સ ડેટા ભેગો કરી સિંગાપુર અને રશિયાના રિમોટ સર્વરને મોકલી દે છે.

આ સિવાય કંપની ગૂગલ પ્લે પર આપવામાં આવેલા એમઆઈ બ્રાઉઝર અને મિંટ બ્રાઉઝર પણ યૂઝર્સના ડેટા ભેગા કરે છે. સાઈબર સિક્યોરિટી શોધકર્તા ગૈબી સરલિગ અને એન્ડ્રયૂ ટર્ની અનુસાર, અત્યાર સુધી લાખો ભારતીય યૂઝર્સનો ડેટા ચીન મેકલવામાં આવ્યો છે. સરલિંગ કહે છે કે, આ પ્રાઈવેસીના ઉલ્લંઘનનો ખૂબ મોટો ગંભીર મામલો છે. જોકે, કંપની વારંવાર પોતાની પર લગાવવામાં આવેલા આરોપ ખોટા હોવાનું કહી રહી છે.

શોધકર્તાઓનું કહેવું છે કે, ભારતીય યૂઝર્સની ઓળખ અને તેમનું પ્રાઈવેસી જીવન ખુલ્લા પુસ્તક જેવું થઈ ગયું છે. તેમનો દાવો છે કે, કંપનીએ ડેટા ચોરી કરવા માટે રેડમી ફોનમાં જોઈને આ ખામી રહેવા દીધી છે. સરલિંગે જોયું કે, આ ખામી માત્ર રેડમી નોટ-8માં જ નહી, પરંતુ કંપનીના તમામ ફોનમાં છે. જોકે, તેમણે એમઆઈ 10, રેડમીના 20 અને એમઆઈ મિક્સ 3માં આ ખામીની પુષ્ટી કરી છે.

ટર્નીએ શોધ દરમિયાન જોયું કે, ગૂગલ પ્લે પર ઉપલબ્ધ કંપનીના એમઆઈ બ્રાઉઝર પ્રો અને એમઆઈ બ્રાઉઝર યૂઝર્સનો આજ ડેટા ચોરી કરે છે. તમને જણાવી દઈએ કે, ગૂગલ પ્લે પર ઉપલબ્ધ ડેટા અનુસાર, આ બંને બ્રાઉઝરને અત્યાર સુધી 1.5 કરોડ વખત ડાઉનલોડ કરવામાં આવ્યું છે. કંપનીનું કહેવું છે કે, શોધના તમામ દાવા જૂઠા છે. યૂઝર્સની પ્રાઈવેસી અને સુરક્ષા અમારી મુખ્ય પ્રાથમિકતા છે. જોકે, કંપનીના એક પ્રવક્તાએ ડેટા ભેગો કરવાની વાત સ્વીકારી છે. જોકે, તેણે એ પણ કહ્યું કે, ડેટા ભેગો કરતા પહેલા યૂઝર્સ પાસે મંજૂરી માંગવામાં આવે છે.