ચકચાર@દ્રારકા: માતાના કથિત સંબંધથી વિફર્યો પુત્ર, મિત્રોને બોલાવી પ્રેમી ઇસમને પતાવી દીધો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોના મહામારી વચ્ચે દ્રારકામાં પ્રેમિકા સાથે શરીર સુખ માણતાં દરમ્યાન યુવકને મહિલાનો પુત્ર જોઇ ગયો હતો. જે બાદમાં પ્રેમિકાના પુત્રએ તેના મિત્રો સાથે મળી પ્રેમીની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી દેતાં ચકચાર મચી ગઇ છે. જોકે હત્યા પછી બંને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આ તરફ તપાસને અંતે પોલીસે
 
ચકચાર@દ્રારકા: માતાના કથિત સંબંધથી વિફર્યો પુત્ર, મિત્રોને બોલાવી પ્રેમી ઇસમને પતાવી દીધો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે દ્રારકામાં પ્રેમિકા સાથે શરીર સુખ માણતાં દરમ્યાન યુવકને મહિલાનો પુત્ર જોઇ ગયો હતો. જે બાદમાં પ્રેમિકાના પુત્રએ તેના મિત્રો સાથે મળી પ્રેમીની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી દેતાં ચકચાર મચી ગઇ છે. જોકે હત્યા પછી બંને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આ તરફ તપાસને અંતે પોલીસે ગણતરીની કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી બંનેને પકડી પાડ્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દેવભૂમિ દ્વારકામાં કલ્યાણપુર તાલુકાના દેવળીયામાં 36 વર્ષીય યુવકની હત્યાના કેસમાં નવો ઘટસ્ફોટ થયો છે. મૃતક યુવક છગનભાઈ વરુને ગામમાં જ રહેતી મહિલા સાથે લગભગ એક વર્ષથી આડાસંબંધ હતા. એક દિવસ બંનેને એકાંત માણતા મહિલાનો પુત્ર જોઇ ગયો હતો. આ પછી મહિલના પુત્ર અને તેના અન્ય એક સાથીએ સાથે મળીને માતાના પ્રેમીની તિક્ષ્‍ણ હથિયારના ઘા મારીને હત્યા કરી નાંખી હતી.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, આરોપીઓએ ધારીયાના ઘા મારીને છગનની હત્યા કરી નાંખી હતી. હત્યા પછી બંને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. જોકે, પોલીસે ગણતરીની કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી બંનેને પકડી પાડ્યા હતા. તેમમજ બંનેના કોવિડ ટેસ્ટ કરાવી હત્યાનો ગુનો નોંધી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગ કરવાની તજવીજ હાથ ધરી છે.