આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

રાધનપુર વિધાનસભાની પેટાચૂંટણીમાં અલ્પેશ ઠાકોરની હાર બાદ સમર્થકોમાં ભારે મુંઝવણ બની હતી. આ પછી ભવિષ્યની સંભાવના ઉપર આધાર રાખી મન મનાવ્યુ છે. આ દરમ્યાન રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ તરફથી ઉમેદવારોની પસંદગી વચ્ચે રાજકારણ ગરમાયું હતુ. જોકે ભાજપે 3 નામ જાહેર કરી દીધા બાદ અલ્પેશ ઠાકોરને નજીકના દિવસોમાં રાજકીય સત્તા મળવી અત્યંત મુશ્કેલ જણાઇ રહી છે. આવી સ્થિતિમાં સર્મથકોએ સોશિયલ મિડીયામાં ચર્ચાનો વિષય બનાવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજના કદ્દાવર નેતા અને ભાજપના આગેવાન અલ્પેશ ઠાકોરને લઇ ફરી એકવાર ચર્ચાનું વાતાવરણ ગરમાયું છે. હાલમાં રાજ્યસભાના ઉમેદવારો ભાજપ-કોંગ્રેસે જાહેર કરી ફોર્મ ભરી દીધા હોઇ સંભવિત દાવેદારોની બાદબાકી થઇ ગઇ છે. રાધનપુરના પુર્વ ધારાસભ્ય અને ઠાકોરસેનાના અધ્યક્ષ અલ્પેશના રાજકીય ભવિષ્યને લઇ સમર્થકોએ ફેસબુકમાં કોમેન્ટ મુકી છે. જેમાં ભાજપે અલ્પેશને રાજ્યસભાના ઉમેદવાર જાહેર નહિ કરતા અન્યાય થયાની ટીપ્પણી કરતો ફોટો મુક્યો છે.

File Photo

સુત્રોએ જણાવ્યુ હતુ કે, રાધનપુર વિધાનસભાની પેટાચૂંટણીમાં હાર મળ્યા બાદ આજની સ્થિતિએ અલ્પેશ ઠાકોર પાસે ધારાસભ્ય કે તેને સમાંતર કોઇ પદ નથી. આથી સમર્થકો રાજકીય ગતિવિધિ દરમ્યાન અલ્પેશને ભાજપ તરફથી મોટી સત્તા મળવાની આશા બનાવે છે. જોકે રાધનપુર વિધાનસભાની ચૂંટણી બાદ અવાર-નવાર ઉભી થતી આશાઓ અને ચર્ચાઓ ગણતરીના દિવસોમાં પુર્ણવિરામ કરે છે. આવી પરિસ્થિતિ વચ્ચે અલ્પેશ ઠાકોરનું રાજકીય ભવિષ્ય વારંવાર સોશિયલ મિડીયામાં ચર્ચાનો વિષય બની રહ્યુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code