ચકચાર@કડી: ત્યજી દેવાયેલ તાજા જન્મેલ બાળકને કુતરાએ ફાડી ખાધું, અજાણી મહિલા સામે FIR

અટલ સમાચાર ડોટ કોમ, કડી કડી શહેરમાંથી તાજુ જન્મેલું નવજાત બાળક મૃત હાલતમાં મળી આવતાં ચકચાર મચી ગઇ છે. શહેરના એક બંગ્લોઝમાં પટ્ટાવાળાએ તાજુ જન્મેલ શિશુને કુતરૂ મોઢામાં પકડીને લઇ જતું હોવાનું જોઇ છોડાવ્યું હતુ. જે બાદમાં સ્થાનિકો સહિતનાએ દોડી આવી તપાસ કરતાં નવજાત બાળક તાજુ જન્મેલુ અને મૃત હાલતમાં હોવાનું ખુલ્યુ હતુ. જેથી સ્થાનિક
 
ચકચાર@કડી: ત્યજી દેવાયેલ તાજા જન્મેલ બાળકને કુતરાએ ફાડી ખાધું, અજાણી મહિલા સામે FIR

અટલ સમાચાર ડોટ કોમ, કડી

કડી શહેરમાંથી તાજુ જન્મેલું નવજાત બાળક મૃત હાલતમાં મળી આવતાં ચકચાર મચી ગઇ છે. શહેરના એક બંગ્લોઝમાં પટ્ટાવાળાએ તાજુ જન્મેલ શિશુને કુતરૂ મોઢામાં પકડીને લઇ જતું હોવાનું જોઇ છોડાવ્યું હતુ. જે બાદમાં સ્થાનિકો સહિતનાએ દોડી આવી તપાસ કરતાં નવજાત બાળક તાજુ જન્મેલુ અને મૃત હાલતમાં હોવાનું ખુલ્યુ હતુ. જેથી સ્થાનિક વેપારીએ તાત્કાલિક પોલીસને જાણ કર્યા બાદ અજાણી મહિલા કે વ્યક્તિ સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના કડી શહેરના વૈભવ બંગ્લોઝ નજીકથી તાજુ જન્મેલું બાળક મળી આવ્યુ છે. મણીપુરના આશીકકુમાર પટેલ પોતાની કડી સ્થિત ઓફીસે આવતાં પટ્ટાવાળા પ્રહલાદભાઇ રાવળે કહેલ કે, એક તાજુ જન્મેલ બાળકને કુતરૂ મોઢામાં પકડીને વૈભવ બંગ્લોઝના કમ્પાઉન્ડમાં આવતાં તેમણે છોડાવ્યું હતુ. જેથી આશીકકુમારે તાત્કાલિક તપાસ કરતાં નવજાત બાળક મૃત હાલતમાં અને પુરૂષ હોવાનું ખુલ્યુ હતુ. જેથી તાત્કાલિક પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરી હતી.

ચકચાર@કડી: ત્યજી દેવાયેલ તાજા જન્મેલ બાળકને કુતરાએ ફાડી ખાધું, અજાણી મહિલા સામે FIR

સૂત્રોએ જણાવ્યું હતુ કે, તાજુ જન્મેલ બાળકને જોતાં કુતરાએ ફાડી ખાધેલ હાલતમાં અને નિર્વસ્ત્ર હોવાનું ખુલ્યુ હતુ. આ તરફ તાત્કાલિક પોલીસની ટીમ આવી પહોંચી હતી. સમગ્ર મામલે સ્થાનિક વેપારીએ અજાણી સ્ત્રી કે વ્યક્તિ દ્રારા પોતાના તાજુ જન્મેલ બાળકનો જન્મ છુપાવવા શિશુને ત્યજી દેતાં કુતરાઓ પકડીને ફાડી ખાધેલ હોઇ અજાણી સ્ત્રી કે વ્યક્તિ સામે કડી પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. કડી અજાણી મહિલા કે વ્યક્તિ સામે આઇપીસી કલમ 318 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.