ચર્ચા@રાધનપુર: શહેર ભાજપ પ્રમુખ તરીકે પ્રકાશ દક્ષિણી(ઠક્કર) મોખરે

અટલ સમાચાર, મહેસાણા રાધનપુર શહેર ભાજપમાં છેલ્લા ઘણા સમયથી ફેરબદલ થવાની વાત થઇ રહી છે. શહેર ભાજપ પ્રમુખ વિધાનસભાની પેટાચુંટણી પહેલા ફાઇનલ થઇ શકે છે. જેમાં હાલની સ્થિતિએ હિન્દુવાદી આગેવાની પ્રકાશ દક્ષિણીનું નામ મોખરે ચાલી રહ્યુ છે. પ્રકાશભાઇ ઠક્કર સમાજનો અગ્રણી ચહેરો અને જુના જોગી હોવાથી જીલ્લા ભાજપ પસંદગી ઉતારે તેવી સંભાવના છે. પાટણ જીલ્લાના
 
ચર્ચા@રાધનપુર: શહેર ભાજપ પ્રમુખ તરીકે પ્રકાશ દક્ષિણી(ઠક્કર) મોખરે

અટલ સમાચાર, મહેસાણા

રાધનપુર શહેર ભાજપમાં છેલ્લા ઘણા સમયથી ફેરબદલ થવાની વાત થઇ રહી છે. શહેર ભાજપ પ્રમુખ વિધાનસભાની પેટાચુંટણી પહેલા ફાઇનલ થઇ શકે છે. જેમાં હાલની સ્થિતિએ હિન્દુવાદી આગેવાની પ્રકાશ દક્ષિણીનું નામ મોખરે ચાલી રહ્યુ છે. પ્રકાશભાઇ ઠક્કર સમાજનો અગ્રણી ચહેરો અને જુના જોગી હોવાથી જીલ્લા ભાજપ પસંદગી ઉતારે તેવી સંભાવના છે.

ચર્ચા@રાધનપુર: શહેર ભાજપ પ્રમુખ તરીકે પ્રકાશ દક્ષિણી(ઠક્કર) મોખરે

પાટણ જીલ્લાના રાધનપુર વિધાનસભાની આગામી ટુંક સમયમાં પેટાચુંટણી હોવાથી ભાજપ-કોંગ્રેસ દોડધામમાં લાગ્યા છે. રાધનપુર નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન હોવાથી જનાધાર વધારવો ભાજપ માટે મહત્વપુર્ણ બન્યો છે. આવી સ્થિતિમાં લોકસભા ચુંટણી પહેલા ચાલતી ચર્ચા ફરી એકવાર સામે આવી છે. જેમાં શહેર ભાજપના સુકાની પસંદ કરવા જીલ્લા ભાજપ બે થી ત્રણ નામો ઉપર મંથન કરી રહ્યુ છે.

જેમાં હિન્દુવાદી છાપ ધરાવતા પ્રકાશ દક્ષિણી(ઠક્કર)નું નામ આગળ ચાલી રહ્યુ છે. સુત્રોએ જણાવ્યુ હતુ કે, શહેરમાં જ્ઞાતિવાદી સમીકરણને બદલે ભાજપ જનાધાર ધરાવતા ચહેરાને પ્રમુખ તરીકે પસંદ કરી શકે છે. જેમાં પ્રકાશ દક્ષિણી બાદ ઠાકોર અને બ્રાહ્મણ સમાજના આગેવાનો પણ રેસમાં બાજી મારી શહેર ભાજપ પ્રમુખ બને તો નવાઇ નહી.