આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, સતલાસણા (મનોજ ઠાકોર)

મહેસાણા જિલ્લામાં કોરોના વાયરસના દર્દીઓ તરફથી સૌથી મોટી વાત સામે આવી છે. કોવિડ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન પ્રાથમિક વ્યવસ્થાનો અભાવ હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. મહિલા દર્દીએ પૈસા ખર્ચી અન્ય સારવાર લેવાની ચેલેન્જ આપતાં ખળભળાટ મચી ગયો છે. કોરોના વાયરસના દર્દીઓની દરકાર સામે ગંભીર સવાલો ઉભા થયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જિલ્લાના વડનગરમાં આવેલી મેડિકલ કોલેજ કમ હોસ્પિટલમાં કોરોના દર્દીઓ દાખલ થયા છે. જેમાં વડનગર, ખેરાલુ અને સતલાસણા તાલુકાના દર્દીઓ દ્વારા આજે સનસનીખેજ આક્ષેપ થયા છે. કોવિડ હોસ્પિટલમાં પીવાના પાણીનો અભાવ તેમજ ઉકાળો પણ નહિ અપાતો હોવાનું જણાવ્યું છે. આવી સ્થિતિમાં વડનગર હોસ્પિટલ, તાલુકા આરોગ્ય, સંબંધિત તાલુકા ઓથોરિટી અને જિલ્લા આરોગ્ય અધિકારી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. કોરોના દર્દીઓ પૈસા ખર્ચ કરી અન્ય સારવાર લેવા તૈયારી બતાવતાં હોઇ મામલો અત્યંત સંવેદનશીલ બનતો જાય છે.

 

સૂત્રોએ જણાવ્યું હતું કે, સતલાસણા તાલુકાના મહિલા દર્દી કોરોના હોસ્પિટલમાંથી જ સમગ્ર વિગતો કહી છે. આ સાથે જિલ્લા તંત્રને મેસેજ મારફત જાણ કરી હોવાનું કહ્યું હતું. સૌથી મોટી વાત છે કે, સૌપ્રથમ વાર ઉત્તર ગુજરાતમાં વડનગર ખાતેની કોવિડ હોસ્પિટલ સારવાર સામે સવાલો વચ્ચે આવી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code