ચકચાર@કડી: કંપનીમાં કરંટ લાગતાં યુવકનું મોત, 13 મહિને જવાબદાર વ્યક્તિ સામે ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, કડી કડી પંથકની એક ખાનગી કંપનીમાં કોમ્પેક્ટ મશીનનું હેન્ડલ પકડવા જતાં યુવકનું મોત થયાના 13 મહિના બાદ પોલીસ ફરીયાદ નોંધાઇ છે. સમગ્ર ઘટનાની તપાસને અંતે પેઢીના જવાબદાર વ્યક્તિની બેદરકારીને કારણે યુવકનું મોત થયાનું ખુલતાં પોલીસ ફરીયાદ નોંધાઇ છે. વિગતો મુજબ પેઢીના જવાબદાર વ્યક્તિએ ઇ.એલ.સી.બી. સ્વિચની વ્યવસ્થા કર્યા વગર બધા વાયર અસુરક્ષિત
 
ચકચાર@કડી: કંપનીમાં કરંટ લાગતાં યુવકનું મોત, 13 મહિને જવાબદાર વ્યક્તિ સામે ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, કડી

કડી પંથકની એક ખાનગી કંપનીમાં કોમ્પેક્ટ મશીનનું હેન્ડલ પકડવા જતાં યુવકનું મોત થયાના 13 મહિના બાદ પોલીસ ફરીયાદ નોંધાઇ છે. સમગ્ર ઘટનાની તપાસને અંતે પેઢીના જવાબદાર વ્યક્તિની બેદરકારીને કારણે યુવકનું મોત થયાનું ખુલતાં પોલીસ ફરીયાદ નોંધાઇ છે. વિગતો મુજબ પેઢીના જવાબદાર વ્યક્તિએ ઇ.એલ.સી.બી. સ્વિચની વ્યવસ્થા કર્યા વગર બધા વાયર અસુરક્ષિત રીતે કંપનીના ભોંયતળીયામાં પાથરેલા રાખી બેદરકારી દાખવી કામ ચાલુ રખાવતાં દુર્ઘટના બની હોવાનું ખુલ્યુ છે. સમગ્ર મામલે મૃતકના પરીજને કડી પોલીસ મથકે ગુનો દાખલ કરાવતાં વધુ તપાસ શરૂ થઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના કડી પંથકના મેસ્કોટ ઇન્ડસ્ટ્રીઝ પાર્કમાં આવેલ સેલોરેપ કંપનીમાં બહાર રોડ ઉપર ફ્લોરનું કામ કરતી વખતે યુવકના મોત મામલે ફરીયાદ નોંધાઇ છે. ગત તા.18-07-2020ના રોજ સેલોરેપ કંપનીમાં કામ કરતાં દિનેશભાઇ રસુલભાઇ માવી (ઉ.વ.19) કોમ્પેક્ટ મશીનનું નીચેનું હેન્ડલ પકડવા જતાં તેમણે કરંટ લાગતાં મોત થયુ હતુ. જે બાદમાં ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડના અધિકારીઓએ સ્થળ પરિક્ષણ કર્યુ હતુ. આ સાથે તપાસમાં સ્થળ પર કોઇપણ પેનલ કે વાયરિંગમાં ઇ.એલ.સી.બી.નો ઉપયોગ કર્યો ન હોવાનો ઘટસ્ફોટ થયો હતો.

ચકચાર@કડી: કંપનીમાં કરંટ લાગતાં યુવકનું મોત, 13 મહિને જવાબદાર વ્યક્તિ સામે ગુનો દાખલ

સૂત્રોએ જણાવ્યું હતુ કે, વર્ષ 2020માં બનેલી ઘટનામાં તપાસને અંતે પેઢીના જવાબદાર કર્મચારી સામે ફરીયાદ નોંધતાં ચકચાર મચી ગઇ છે. મૃતકના સગા સુમાભાઇ માવીએ નોંધાવેલી ફરીયાદ મુજબ, એન.જી.પટેલ પેઢીના જવાબદાર વ્યક્તિ દ્રારા સલામતી જળવાય તે માટે જરૂરી ઇ.એલ.સી.બી. સ્વિચની વ્યવસ્થા કર્યા વગર બધા વાયરો અસુરક્ષિત રીતે ભોંયતળીયામાં પાથરેલા રાખી માનવ જીંદગી જોખમાય તે રીતે બેદરકારી દાખવી હોવાનું લખાવ્યુ છે. સમગ્ર મામલે કડી પોલીસે પેઢીના જવાબદાર વ્યક્તિ સામે આઇપીસી કલમ 304A મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.