ઉનાળા પૂર્વે જ હારિજમાં દુષ્કાળનો જઠરાગ્ની ફાટ્યોઃ પશુપાલકોએ દૂધ ઢોળ્યું

અટલ સમાચાર, પાટણ ઉત્તર ગુજરાતમાં ચોમાસુ નિષ્ફળ જતા ખેડૂતો અને પશુપાલકોને કમરતોડ ફટકો પડ્યો છે. ઉનાળાની શરુઆત થાય તે પહેલા જ પંથકમાં દુષ્કાળનો જઠરાગ્ની ફાટી રહ્યો છે. પાટણના હારિજમાં અપૂરતા ઘાસચારા વચ્ચે અને પશુખાણમાં મોંઘવારીથી ત્રાહિમામ્ પશુપાલકો જાહેરમાં રોષ વ્યક્ત કરી રહ્યા છે. સોમવારે અચાનક પશુપાલકોએ હારિજમાં દૂધ ઢોળી આક્રોશ વ્યક્ત કર્યો હતો. ઉત્તર ગુજરાતના
 
ઉનાળા પૂર્વે જ હારિજમાં દુષ્કાળનો જઠરાગ્ની ફાટ્યોઃ પશુપાલકોએ દૂધ ઢોળ્યું

અટલ સમાચાર, પાટણ

ઉત્તર ગુજરાતમાં ચોમાસુ નિષ્ફળ જતા ખેડૂતો અને પશુપાલકોને કમરતોડ ફટકો પડ્યો છે. ઉનાળાની શરુઆત થાય તે પહેલા જ પંથકમાં દુષ્કાળનો જઠરાગ્ની ફાટી રહ્યો છે. પાટણના હારિજમાં અપૂરતા ઘાસચારા વચ્ચે અને પશુખાણમાં મોંઘવારીથી ત્રાહિમામ્ પશુપાલકો જાહેરમાં રોષ વ્યક્ત કરી રહ્યા છે. સોમવારે અચાનક પશુપાલકોએ હારિજમાં દૂધ ઢોળી આક્રોશ વ્યક્ત કર્યો હતો.

ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી સહિતના 40થી વધુ તાલુકાઓમાં વત્તા-ઓછા પ્રમાણમાં દુષ્કાળની સ્થિતિ છે. રાજ્ય સરકારે 5 ઈંચથી ઓછા વરસાદ વાળા તાલુકાને ઘાસચારો ફાળવ્યો છે. જોકે તેમાં પણ અપૂરતો અને માંડ પસંદ પડે તેવો છે. આ દરમિયાન પાટણના હારિજમાં પશુખાણમાં મોંઘવારી અને ઘાસચારાની અછત વચ્ચે પિડાતા પશુપાલકો રોષે ભરાયા છે. સોમવારે પશુપાલક સહિતના માલધારી સમાજે જાહેરમાં દૂધ ઢોળી નારાજગી વ્યક્ત કરી હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાતના દૂધ સાગર, બનાસ અને સાબર સહિત ત્રણેય દૂધ સંઘના લાખો પશુપાલકો અપૂરતા વરસાદનો માર સહન કરી રહ્યા છે. પશુ માટે ઘાસચારો અને ખાણ તબક્કાવાર મોંઘુ થતાં રસોડા ખર્ચ માંડ નીકળે તેવી સ્થિતિ બની છે. કેટલાક પશુપાલકોએ સ્થાનિકોને ઢોર-ઢાંખર સોંપી શહેરી વિસ્તારમાં રોજગારી શોધવા હિજરત કરી છે.