આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ધાનેરા (અંકુર ત્રિવેદી)

ધાનેરા તાલુકાના કોટડા ગામે અધિકારીની સ્ટાઈલથી રાજકીય આલમમાં હડકંપ મચી ગયો છે. તપાસમાં ગયેલા આરોગ્ય અધિકારીએ ગામના સરપંચને દૂર જમીન પર બેસાડી પોતે ખાટલામાં જમાવટ કરી હોવાનો વિડિયો સામે આવ્યો છે. જેનાથી જાતિવાદ અને પ્રોટોકોલ ભંગનો ગણગણાટ શરૂ થયો છે.

બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના કોટડા ગામે ખળભળાટ સર્જે તેવી બાબત સામે આવી છે. તાલુકા આરોગ્ય અધિકારી પુનમારામ ચૌધરી ટીમ સાથે તપાસમાં પહોંચ્યા હતા. જ્યાં કોઇ એક સ્થળે બેઠક કરી હોવાથી સરપંચ સહિતના હાજર રહ્યા હતા.

આરોગ્ય અધિકારી સહિતના કર્મચારીઓ ખાટલામાં બેઠા જ્યારે સરપંચ મશરૂભાઈને દૂર જમીન પર બેસાડ્યા હતા. સરપંચ સામે અધિકારીએ મહારાજા જેવું વર્તન દાખવ્યાનો વિડિયો વાઇરલ થતાં ચર્ચા વધી ગઈ છે. સરપંચ સાથે જાતિવાદ કર્યો અને પ્રોટોકોલનો ભંગ કર્યાની વાત મુદ્દે રાજકીય આલમમાં હડકંપ મચી ગયો છે.

જમીન પર બેસાડવા છતાં સરપંચ નતમસ્તક રહ્યા હતા. કોથળા પર બેસાડી સરપંચનું નિવેદન લીધું હતું. આ સાથે અશિક્ષિત સરપંચને ચા પણ પ્લાસ્ટિકના કપમાં આપી હોવાના ફોટા વાયરલ થઇ રહ્યા છે. ઘટનાની વાત વાયુવેગે ગામમાં ફેલાઈ જતાં રાજકીય વજૂદ સામે ગંભીર સવાલો ઉભા થયા છે

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code