નારાજગી@પાટણ: ધારાસભ્યએ ઉઠાવ્યો ખેડુતોનો અવાજ, કેન્દ્ર સરકારને રજૂઆત

અટલ સમાચાર, પાટણ પાટણ ધારાસભ્ય કિરીટ પટેલે કેન્દ્રીય કૃષિમંત્રીને પત્ર લખી એન.સી.ડી.એક્ષ સામે પગલા ભરવા માંગ કરી છે. તેમણે ઉમેર્યુ હતુ કે, એરંડાના વેપારમાં એન.સી.ડી.એક્ષની ખોટી નિતીના કારણે કોર્પોરેટ જગતને લાભ કરી આપવા કૃત્રિમ ઘટાડા કરી મંદી ઉભી થાય છે. નોંધનિય છે કે, એરંડા બજારોમાં સાત દિવસમાં 300 રૂપિયાનો ઘટાડો થતાં ખેડુતો અને વેપારીઓમાં ભારે
 
નારાજગી@પાટણ: ધારાસભ્યએ ઉઠાવ્યો ખેડુતોનો અવાજ, કેન્દ્ર સરકારને રજૂઆત

અટલ સમાચાર, પાટણ

પાટણ ધારાસભ્ય કિરીટ પટેલે કેન્દ્રીય કૃષિમંત્રીને પત્ર લખી એન.સી.ડી.એક્ષ સામે પગલા ભરવા માંગ કરી છે. તેમણે ઉમેર્યુ હતુ કે, એરંડાના વેપારમાં એન.સી.ડી.એક્ષની ખોટી નિતીના કારણે કોર્પોરેટ જગતને લાભ કરી આપવા કૃત્રિમ ઘટાડા કરી મંદી ઉભી થાય છે. નોંધનિય છે કે, એરંડા બજારોમાં સાત દિવસમાં 300 રૂપિયાનો ઘટાડો થતાં ખેડુતો અને વેપારીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

નારાજગી@પાટણ: ધારાસભ્યએ ઉઠાવ્યો ખેડુતોનો અવાજ, કેન્દ્ર સરકારને રજૂઆત

પાટણ જીલ્લામાં એરંડાનો મલબખ પાક થયો હોવાથી ખેડુતોને આંખો ચમક જોવા મળી હતી. પરંતુ અચાનક સાત દિવસમાં 300 રૂપિયાનો ઘટાડો થતાં ખેડુતો અને વેપારીઓ ભારે નારાજ થયા છે.

નારાજગી@પાટણ: ધારાસભ્યએ ઉઠાવ્યો ખેડુતોનો અવાજ, કેન્દ્ર સરકારને રજૂઆત
Advertise

જેને લઇ પાટણ ગંજબજાર આજે સંપુર્ણ બંધ છે. જેને લઇ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંગ તોમરને પત્ર લખીને એન.સી.ડી.એક્ષની ખોટી નિતીઓ સામે પગલા ભરવા માંગ કરી છે.

નારાજગી@પાટણ: ધારાસભ્યએ ઉઠાવ્યો ખેડુતોનો અવાજ, કેન્દ્ર સરકારને રજૂઆત

સુત્રોએ જણાવ્યુ હતુ કે, એરંડા બજારોમાં સાત દીવસમાં 300 રૂપિયાનો કૃત્રિમ ઘટાડો એન.સી.ડી.એક્ષની ખોટી નિતીઓ અને મોટા કોર્પોરેટ જગતને લાભ કરી આપવા બનાવટી મંદી ઉભી કરી છે. આ કૃત્રિમ મંદી ફક્તને ફક્ત ખેડૂતો અને નાના વેપારીઓ પાસે એરંડા સસ્તા ભાવે લઇ લેવાનો કારસો રચવામાં આવ્યો હોવાનું ખેડુતો જણાવી રહ્યા છે. ઉલ્લેખનિય છે કે, કૃત્રિમ મંદીના વિરોધમાં ઉત્તર ગુજરાતના તમામ માર્કટયાર્ડમાં હરાજીનું કામકાજ બંધ રાખેલ છે.