pudagam-gay-hatya
આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા જિલ્લાના વિસનગર પંથકમાં ગૌમાંસનો કાળો કારોબાર ચાલતો હોવાના અત્યંત ખરાબ અને ભયાનક દ્રશ્યો સામે આવ્યા છે. ગૌમાંસના ટુકડે ટુકડા જાહેર સ્થળે દેખાતા વિસ્તારમાં પ્રચંડ જનાક્રોશ ઉભો થયો છે. છેલ્લા કેટલાક સમયથી વડાપ્રધાનના જિલ્લામાં ગાયોની કત્લેઆમ થતી હોવાનું સામે આવતા બ્રાહ્મણ, ક્ષત્રિય, માલધારી સહિતના હિન્દુ સમાજમાં જાણે જ્વાળામુખી ફાટ્યો હોય તેમ આક્રોશ ઉભો થયો છે. ઘટનાની જાણ થતા ડીવાયએસપી વ્યાસ, પીએસઆઈ વાઘેલા સહિતનો પોલીસ કાફલો ઘટનાની જગ્યાએ દોડી આવ્યો હતો.

Visnagar 01
કતલના ફોટા નિર્દયતાની હદ વટાવી ચુક્યા હોવાથી બર્ કરેલ છે

વિસનગર તાલુકાના પુદગામ નજીક રખડતી અને ઢોર ડબ્બાની ગાયો કત્લેઆમ થતી હોવાની વિગતો સામે આવી છે. પુદગામ પંથકમાં ગાયોનું માંસ અને હાડકા ખુલ્લેઆમ જોવા મળતા હિન્દુ સમાજના યુવાનો ક્રોધીત બની દોડી ગયા હતા. આ દરમિયાન એક વાછરડું અને ગાયને બચાવી લઈ પોલીસને ગૌમાંસના આરોપીઓ ઝડપી લેવા ક્ષત્રિય અને માલધારી સમાજના આગેવાનોએ જાણ કરી હતી. સમગ્ર વાત વાયુવેગે પંથકમાં ફેલાઈ જતા ગૌભક્તો સહિતના લોકોમાં ભયંકર ગુસ્સો ફાટી નીકળ્યો હતો.

સૂત્રોએ જણાવ્યું હતું કે,બિનમાલીકી સાથે માલિકીની ગાયો પણ વોન્ટેડ આરોપી ઉઠાવી જઈ ગૌમાંસનો કાળો કારોબાર ચલાવતો હોવાનું સામે આવ્યું છે. ગાયોને મારી તેનું ગૌમાંસ કોથળામાં ભરી છૂપી રીતે વેચાણ કરી પશુહત્યા સાથે પંથકના રહીશોમાં ઉગ્ર રોષ ઉભો કરી રહ્યો છે. ધૃણાસ્પદ પ્રવૃત્તિ છેલ્લા કેટલાક સમયથી ચાલતી હોઈ અચાનક પંથકના માલધારી અને ક્ષત્રિય સમાજના યુવાનોને જાણ થતા યુધ્ધના ધોરણે પોલીસ કાફલા સાથે દોડી ગયા હતા. જેમાં ઘટનાની વિગતોનું વર્ણન કરી ગૌહત્યારાઓને ઝડપી લેવા ઉગ્ર માંગ કરી છે.

ગૌ હત્યારો મહેસાણા જિલ્લાનો હોવાનું પકડાયું

લોકોનો પ્રચંડ રોષ છે તેવો ગૌ હત્યારો મહેસાણા જિલ્લાનો હોવાનું પકડાયું છે. હત્યારો કનુ દેવીપૂજક મૂળ ઊંઝા તાલુકાના કામલી ગામનો છે. ગૌમાંસનો વેપાર પોતાના મોસાળ એવા વિસનગરના પુદગામમાં રહીને કરી રહ્યો હતો. જ્યાં રિક્ષા ચલાવી અને 407 જેવા વાહન રાખી ગૌમાંસનો વેપાર કરી રહ્યો હતો. અગાઉ અનેક ગુનાઓમાં વોન્ટેડ કનુ દેવીપૂજક ગૌચરની જગ્યામાં દબાવી મકાન બાંધી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.

એક જ રાતમાં 5 ગાયોની કતલ કરી દીધી

સ્થાનીક લોકોએ જણાવ્યું હતું કે, વોન્ટેડ કનુ દેવીપૂજકે ગતરાત્રે એક સાથે 5 ગાયોની કત્લેઆમ કરતા ઝડપાઈ ગયો છે. આથી અગાઉ પણ આવી રીતે ગાયોની કતલ કરી ગૌમાંસ વેચાણ કર્યું હોવાનું બહાર આવ્યું છે. એક સાથે 5 ગાયોની કતલ કર્યા બાદ ગૌમાંસ જોઈ સ્થાનીક રહીશોમાં પ્રચંડ રોષ ભભૂકી ઉઠ્યો છે. જોકે આ દરમિયાન માલિકીની ગાય અને વાછરડું બચાવી લેવાયું હતું.

નાસી છૂટેલ ગૌ હત્યારા પાસે ગાયો આવી ક્યાંથી?

છેલ્લા કેટલાક સમયથી કનુ દેવીપૂજક ગેરકાયદેસર ધંધામાં હોઈ છાનોછૂપો અનૈતિક પ્રવૃત્તિઓ કરતો હતો. આ દરમિયાન વિસનગર પંથકમાં કેટલાક સાથે સંપર્કમાં આવી કત્લેઆમ કરવા ગાયોની આપ-લેનો કારસો રચ્યો છે. જેમાં કાંસા એન.એ. ગામે ઢોર ડબ્બામાં આવતી ગાયો બારોબાર ઉઠાવી અનૈતિક વ્યાપારના ઈસમો સાથે ગૌમાંસનું વેચાણનો ધંધો આદર્યો હતો. રખડતી ગાયો ઉપાડી લાવી કોઈને ખબર ન પડે તેમ કતલ કરી સમગ્ર માંસ કોથળામાં ભરી ટ્રાન્સપોર્ટ કરતો હોવાનું સ્થાનીકોના આધારે સામે આવ્યું છે.

ક્ષત્રિય અને માલધારી સમાજ સોમવારે આવેદન આપશે

ગાયોની કત્લેઆમની ગૌભક્તોને જાણ થતા ભારે રોષ ફાટી નીકળ્યો છે. ત્યારે ક્ષત્રિય અને માલધારી સમાજ દ્વારા સોમવારે વિસનગરમાં વહિવટી તંત્રને આવેદનપત્ર આપી ગુસ્સો રજૂ કરશે. જેમાં કનુ દેવીપૂજક સાથે સંકળાયેલા અને ગૌમાંસના વેપાર કરી રહેલાઓને ઝડપી પાડી યોગ્ય કાર્યવાહીની જાણ કરશે તેમ બન્ને સમાજના આગેવાન અભિજીતસિંહ બારડ અને દેવાભાઈ રબારીએ જણાવ્યું હતું.

20 Sep 2020, 10:00 AM (GMT)

COVID-19 Global Stats

31,014,795 Total Cases
961,782 Death Cases
22,616,999 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code