આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, વિસનગર

વિસનગર શહેરમાં 3 આખલા પર અજાણ્યાં ઇસમોએ એસિડ ફેંક્યું હોવાની ધૃણાસ્પદ ઘટના સામે આવી છે. ઘટનાને લઇ વિસનગર સહિત જીલ્લાના જીવદયાપ્રેમીઓમાં અજાણ્યાં ઇસમો વિરૂધ્ધ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આખલા પર એસિડ એટેક થતાં મોઢા અને શરીર પરની ચામડી બળી ગઈ હતી. ત્રણમાંથી એક આખલાનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું છે. ઘટનાને લઇ જીવદયા પ્રેમી સંસ્થાને જાણ કરતાં પશુ ચિકિત્સકની મદદથી આખલાઓને સારવાર માટે પાંચોટ ખસેડાયા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના વિસનગરના કાંસા વિસ્તારમાં ફરતા ત્રણ આખલા પર કોઈ અજાણ્યા શખ્સોએ એસિડ ફેંકી દીધું હતું. એસિડ ફેંક્યા બાદ આખલાઓના મોઢા અને શરીર પરની ચામડી બળી ગઈ હતી. ચામડીના પોપડા ઉપસી આવ્યા હતા. જે બાદમાં આ દ્રશ્યો જોઈને લોકોમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. આ બનાવ બાદ આવા અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. જે બાદમાં વિસનગરના જીવદયા પ્રેમીઓએ પશુ ડૉક્ટરની મદદથી આખલાઓની સારવાર કરાવી હતી. બાદમાં આખલાઓને વધુ સારવાર માટે મહેસાણાના પાંચોટ મૂકામે ખસેડ્યા હતા. જેમાંથી એક આખલાનું સારવાર દરમ્યાન મોત થયુ છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ઘટનાને લઇ હજી સુધી કોઇ ફરીયાદ નોંધાઇ નથી. જોકે આ ધૃણાસ્પદ ઘટનાને લઇ જીવદયા પ્રેમીઓ તેમજ હિન્દુ સંગઠનોએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે. આ સાથે જ આવા ઇસમોને પકડીને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે, અબોલ પશુઓ પર એસિડ અટેક કે પછી તીક્ષ્‍ણ હથિયારોથી હુમલો કરવામાં આવ્યાના બનાવો ભૂતકાળમાં પણ નોંધાયા છે.

દેશી ગાયનું ઘી બુક કરવા અહિં ક્લિક કરો

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code