આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, પાટણ

ઉત્તર ગુજરાતમાં પીવાના પાણીને લઈ અનેક ગામોની અલગ અલગ કહાની બની શકે છે. સિધ્ધપુર તાલુકાના મેથાણ ગામે અપૂરતા પાણીથી ગ્રામજનો અને સરપંચ વચ્ચે તાલમેલ બગડ્યો છે. બોર જૂનો હોવાથી પૂરતું પાણી નહિ મળતાં ખરા ઉનાળે દોડધામ કરવી પડે છે.

 

સિદ્ધપુર તાલુકાના મેથાણ ગામે પીવાના પાણીનો પ્રશ્ન સંપૂર્ણ હલ કરવા ગ્રામ પંચાયત નિષ્ફળ જઈ રહી હોવાનાં સવાલો ઉભા થયા છે. ગામમાં બે બોલ હોવા છતાં પૂરૂ પડતું ન હોવાથી ગ્રામજનો અને સરપંચ વચ્ચે મીઠા સંબંધો ખાટા બની રહ્યા છે. હકીકતે ભૂગર્ભ જળ ઊંડા જવાથી વર્ષો જૂના બોર પૂરતું પાણી ખેંચી શકતા નથી.

આવી સ્થિતિમાં ગ્રામ પંચાયતે નવિન બોર માટે મૂકેલી માંગણી એક વર્ષથી અધ્ધરતાલ રહી છે. સમગ્ર મામલે સરપંચે જણાવ્યું હતું કે, નવીન બોર સિવાય પ્રશ્ન હલ થઇ શકે તેમ નથી. આથી આગામી દિવસોમાં ફરી એકવાર નવો બોર તૈયાર કરવા મથામણ શરૂ કરીશું.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code