વિવાદ@રાધનપુર: રઘુ દેસાઈ આરોપી તો અલ્પેશ કેમ આઝાદ? પટેલની ચિમકી

અટલ સમાચાર, પાટણ (દિવ્યાંગ જોશી) રાધનપુરમાં બે આગેવાનો કોરોના સામે રાહત કામગીરી માટે ગયા હતા. એકસમાન કામગીરી છતાં એકને ગોળ તો એકને ખોળ મળ્યાનો વિવાદ ઉભો થયો છે. જાહેરનામાના ભંગ બદલ ધારાસભ્ય રઘુ દેસાઈ સહિતના વિરુદ્ધ ફરિયાદ થઇ છે. જ્યારે અલ્પેશ ઠાકોરની કામગીરી નિયમ વિરુદ્ધ આવી નથી. આથી પાટણ ધારાસભ્ય કિરીટ પટેલે કાયદાની અમલવારી ભિન્ન
 
વિવાદ@રાધનપુર: રઘુ દેસાઈ આરોપી તો અલ્પેશ કેમ આઝાદ? પટેલની ચિમકી

અટલ સમાચાર, પાટણ (દિવ્યાંગ જોશી)

રાધનપુરમાં બે આગેવાનો કોરોના સામે રાહત કામગીરી માટે ગયા હતા. એકસમાન કામગીરી છતાં એકને ગોળ તો એકને ખોળ મળ્યાનો વિવાદ ઉભો થયો છે. જાહેરનામાના ભંગ બદલ ધારાસભ્ય રઘુ દેસાઈ સહિતના વિરુદ્ધ ફરિયાદ થઇ છે. જ્યારે અલ્પેશ ઠાકોરની કામગીરી નિયમ વિરુદ્ધ આવી નથી. આથી પાટણ ધારાસભ્ય કિરીટ પટેલે કાયદાની અમલવારી ભિન્ન હોવાનો આક્ષેપ કરી ભૂખ હડતાળની ચિમકી આપી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જિલ્લાના રાધનપુર પંથકમાં ધારાસભ્ય રઘુ દેસાઈ અને પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સહાયરૂપ કામગીરીમાં જોડાયા હતા. આ દરમ્યાન બંનેના ફોટા સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં મોટી કાર્યવાહી સામે આવી હતી. જાહેરનામાના ભંગ બદલ રઘુ દેસાઈ આરોપી બન્યાં છે. તો આ તરફ અલ્પેશ ઠાકોરની કામગીરી કાયદા વિરુદ્ધની ન હોવાનું સામે આવ્યું છે. એકસરખી હરકત છતાં અલ્પેશ ઠાકોર સહિતના કાયદાની જોગવાઇ સામે આઝાદ રહ્યા હોઇ ચોંકાવનારી સ્થિતિ બની છે. આથી પાટણ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે આંદોલનની ચિમકી આપી છે. જો ન્યાય નહિ મળે તો કલેક્ટર કચેરીએ ભૂખ હડતાળ શરૂ કરવાની તૈયારી હોવાનો ઘટસ્ફોટ કર્યો છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, કિરીટ પટેલે વિકલ્પ આપી ફરિયાદ પાછી લો અથવા જાહેરનામાનો ભંગ કરેલ અન્ય આગેવાનો સામે પણ ફરિયાદ નોંધવા અવાજ ઉઠાવ્યો છે. આવી સ્થિતિમાં રઘુ દેસાઈ આરોપી તો અલ્પેશ ઠાકોર કેમ આઝાદ તે મુદ્દાનો આધાર લઈ લડત આપવા દોડધામ મચી છે. બંધારણમાં કાયદાની સમાનતા અને તેનો અમલ એકસમાન હોવા છતાં રાધનપુરમાં થયેલી ફરિયાદ અનેક સવાલો ઉભા કરી રહી છે. આવી સ્થિતિમાં સમગ્ર પાટણ જિલ્લામાં અલ્પેશ અને રઘુ દેસાઈનો મુદ્દો રાજકીય અને સામાજિક રીતે ગરમાયો છે.