અમદાવાદની કોલેજમાં જીજ્ઞેશ મેવાણીને આમંત્રણ આપતા વિવાદ-રાજીનામાં

અટલ સમાચાર,અમદાવાદ અમદાવાદની એચ.કે. આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલે કોલેજના વાર્ષિકોત્સવમાં વડગામ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીને આમંત્રણ આપતા વિવાદ સર્જાયો હતો. ભુતપુર્વ વિધાર્થીઓનો વિવાદ વધુ ઉગ્ર બને તે પહેલા ભારે ગરમા-ગરમી વચ્ચે કોલેજના પ્રિન્સિપાલ હેમંત શાહ અને ઉપાચાર્ય મોહનભાઈ પરમારે નારાજગી સાથે ટ્રસ્ટી મંડળને રાજીનામું ધરી દેતા માહોલ ગરમાયો છે. અમદાવાદ શહેરની એચ.કે. આર્ટસ કોલેજમાં વાર્ષિકોત્સવ નિમિત્તે કોલેજના
 
અમદાવાદની કોલેજમાં જીજ્ઞેશ મેવાણીને આમંત્રણ આપતા વિવાદ-રાજીનામાં

અટલ સમાચાર,અમદાવાદ

અમદાવાદની એચ.કે. આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલે કોલેજના વાર્ષિકોત્સવમાં વડગામ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીને આમંત્રણ આપતા વિવાદ સર્જાયો હતો. ભુતપુર્વ વિધાર્થીઓનો વિવાદ વધુ ઉગ્ર બને તે પહેલા ભારે ગરમા-ગરમી વચ્ચે કોલેજના પ્રિન્સિપાલ હેમંત શાહ અને ઉપાચાર્ય મોહનભાઈ પરમારે નારાજગી સાથે ટ્રસ્ટી મંડળને રાજીનામું ધરી દેતા માહોલ ગરમાયો છે.

અમદાવાદ શહેરની એચ.કે. આર્ટસ કોલેજમાં વાર્ષિકોત્સવ નિમિત્તે કોલેજના ભુતપૂર્વ વિદ્યાર્થી અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને મુખ્ય અતિથિ તરીકે બોલાવવામાં આવ્યા હતા. જોકે તેની સામે કોલેજના ભુતપૂર્વ વિદ્યાર્થીઓએ કાર્યક્રમનો વિરોધ કરતા કોલેજ ઘ્વારા કાર્યક્રમ માટે હોલ આપવાની મનાઇ કરવામાં આવી હતી.આ દરમ્યાન કોલેજના આચાર્ય હેમંત શાહે જણાવ્યું હતુ કે, હાલનો રાજકીય માહોલ ભારતના બંધારણમાં વિચાર, વાણી, અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના અધિકારોને જાણે ગળું દબાવી રહયો હોય તેવો છે. જીગ્નેશ મેવાણી આ કોલેજના પૂર્વ વિદ્યાર્થી છે. તેમને બોલાવીને મેં કોઈ ભૂલ કરી નથી. ભૂતકાળમાં આ કોલેજમાં અનેક રાજકીય વ્યક્તિઓને બોલાવવામાં આવ્યા છે. જોકે, આચાર્યની દલીલ માન્ય ન રહેતા નારાજ થઇ રાજીનામુ ધરી દીધુ હતુ.