GPSSB gujarat
આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

જિલ્લા પંચાયતોમાં આવતા બિનખેતીના કેસો કલેક્ટરને સોંપવા પાછળ રાજ્ય સરકારે પારદર્શીતાના કારણો રજૂ કર્યા હતા. આ તરફ મોટાભાગની જિલ્લા પંચાયતોમાં કોંગ્રેસનુ શાસન હોવાથી ડીડીઓ સહિત કોંગ્રેસી સદસ્યોને મોટો ઝાટકો મળ્યો છે. કારોબારી કમિટિમાં સાૈથી મોટુ કામ બિનખેતીનું આવતું હોવાથી રાજ્યની ભાજપ સરકારે લોકસભા ચુંટણી પહેલા રાજકીય દાવ ખેલ્યો હોવાનું મનાય છે.

રાજ્ય સરકારે જાણે જિલ્લા પંચાયતોનુ ભારણ ઘટાડવા સાથે પારદર્શીતા વધારવા તાજેતરમાં મોટો ફેરબદલ કર્યો છે. જેની અસર ઉ.ગુ.ની જિલ્લા પંચાયતોમાં ધીમે-ધીમે દેખાઈ રહી છે. ઉત્તર ગુજરાતની મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ છે જ્યારે પાટણ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસી બળવાખોરોથી ભાજપનું શાસન છે. રાજ્ય સરકારે લોકસભાચુંટણી અગાઉ મોટો દાવ ખેલી બિનખેતીના કેસો જિલ્લા પંચાયત પાસેથી લઈ કલેક્ટરને તબદીલ કર્યા છે.

જિલ્લા પંચાયતના કારોબારી સદસ્યોથી માંડી સત્તાધીન પાર્ટીના ડેલીકેટો અંદરો-અંદર લાલઘૂમ છે. કારોબારીમાં કામ કરવાનો ઉત્સાહ પણ અત્યંત ઘટી ગયો છે. સૂત્રોના જણાવ્યા મુજબ કલેક્ટરને તબદીલ કરવા અંગે કામમાં ઝડપતા અને પારદર્શીતાના દાવા વચ્ચે કોંગી સદસ્યોને બોલવા કોઈ શબ્દ નથી. જોકે આવનારા દિવસોમાં બિનખેતીના કેસો અંગે જો કલેક્ટર કચેરીમાં પણ અગાઉ જેવી સ્થિતિ કે તેનાથી પણ ખરાબ બાબત સામે આવશે તો કોંગી સદસ્યોને રાજ્ય સરકાર સામે બાંયો ચડાવવાની તક મળી શકે છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code