અટલ સમાચાર, કાંકરેજ
કાંકરેજ તાલુકાની ઘુડાનગર (કાકર) પ્રાથમિક શાળામાં સંજીવની હેલ્થ એન્ડ રીલીફ કમિટીના સભ્યો દિનેશભાઈ શાહ, અતુલભાઈ પટેલ, ઉમંગભાઈ પટેલ, વિનોદભાઈ ઠક્કર, ભરતભાઈ શાહ દ્વારા શાળાના દરેક બાળકને ગરમ સ્વટર અને વિચરતી જાતીને ગરમ ધાબળા વિતરણ કરવામાં આવ્યું હતું.
આ સંસ્થા દ્વારા શાળામાં કોમ્પ્યુટર અને પ્રિન્ટર પણ આપવામાં આવ્યા હતા. દરેક બાળકને બુંદી અને ગાંઠીયાનો નાસ્તો પણ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે કાંકરેજ ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલા, કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ ડાહ્યાભાઈ પિલીયાતર, યુવા ભાજપ પ્રમુખ ઝેણુભા વાઘેલા, કિસાન મોરચાના બાબુભાઈ ચૌધરી, ખસા થરા નગરપાલિકાના પ્રમુખ વિનોદભાઈ ઠાકોર, કાકર સરપંચ ચેનાજી ઠાકોર, અમીભાઈ દેસાઈ સહીત ગામના વડીલો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.