જિલ્લા પુરવઠા અધિકારીએ આપેલો પ્રતીક ગેસ એજન્સીનો મામૂલી દંડ કલેકટરે રદ કર્યો

અટલ સમાચાર, વડગામ પાલનપુરમાં આવેલી પ્રતીક ગેસ એજન્સી દ્વારા ડુપ્લીકેટ પાવતી આપી વધુ રુપિયા પડાવતા હોવાની ફરિયાદ સાથે વડગામના અરજદારે જિલ્લા પુરવઠા અધિકારીને લેખિત જાણ કરી હતી. જેને પગલે જિલ્લા પુરવઠા અધિકારીએ ભીનું સંકેલી સામાન્ય દંડ પ્રતીક ગેસ એજન્સીને આપ્યો હતો. અરજદારે કલેક્ટરને અપીલ કરતા કલેકટરે જિલ્લા પુરવઠા અધિકારીએ આપેલો મામૂલી દંડ રદ કર્યો છે
 
જિલ્લા પુરવઠા અધિકારીએ આપેલો પ્રતીક ગેસ એજન્સીનો મામૂલી દંડ કલેકટરે રદ કર્યો

અટલ સમાચાર, વડગામ

પાલનપુરમાં આવેલી પ્રતીક ગેસ એજન્સી દ્વારા ડુપ્લીકેટ પાવતી આપી વધુ રુપિયા પડાવતા હોવાની ફરિયાદ સાથે વડગામના અરજદારે જિલ્લા પુરવઠા અધિકારીને લેખિત જાણ કરી હતી. જેને પગલે જિલ્લા પુરવઠા અધિકારીએ ભીનું સંકેલી સામાન્ય દંડ પ્રતીક ગેસ એજન્સીને આપ્યો હતો. અરજદારે કલેક્ટરને અપીલ કરતા કલેકટરે જિલ્લા પુરવઠા અધિકારીએ આપેલો મામૂલી દંડ રદ કર્યો છે અને જિલ્લા પુરવઠા અધિકારીને ફરીથી યોગ્ય તપાસ કરી રિમાન્ડ કરવાનો હુકમ કર્યો છે.

પાલનપુરમાં આવેલી પ્રતીક ગેસ એજન્સી દ્વારા સરકાર જે ગેસના બાટલા આપી રહી છે તે ભાવ કરતા ગ્રાહકો જોડેથી વધુ ભાવ લઈ ડુપ્લીકેટ પાવતી આપી લાખો રૂપિયાનું કોભોડ આચર્યું છે. ત્યારે આ અંગે ની જાણ વડગામના કાનજીભાઈ ચૌહાણને થયી હતી. જેને પગલે કાનજીભાઈએ આજથી 10 મહિના અગાઉ જિલ્લા પુરવઠા અધિકારીને લેખિત જાણ કરી જણાવ્યું હતું કે પ્રતીક ગેસ એજન્સી દ્વારા સરકારના ભાવ કરતા વધુ ભાવે ગ્રાહકને બાટલો આપવામાં આવે છે અને જે બાટલાની પાવતી ઓન લાઈન આપવાની હોય છે ગ્રાહકને તેની જગ્યાએ પ્રતીક ગેસ દ્વારા ડૂપ્લિકેટ પાવતી આપી ગ્રાહકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે.

આ રીતે લાખો રૂપિયાનું નું કોભોડ આચરવામાં આવ્યું છે. ત્યારે આ અંગે કાનજીભાઈએ પ્રતીક ગેસની ડુપ્લીકેટ પાવતી સાથે જિલ્લા પુરવઠા અધિકારી ને જાણ કરી ગેસ એજન્સી સામે યોગ્ય પગલાં ભરવા માંગ કરી હતી. પણ જિલ્લા પુરવઠા અધિકારીએ ભીનું સંકેલી ગેસ એજન્સી માત્ર 250 રૂપિયાનો મામૂલી દંડ કર્યો હતો. જેના પગલે વડગામના અરજદાર કાનજીભાઈ ચૌહાણે આ મામૂલી દંડ અંગે કલેકટરે લેખિત અપીલની રજુઆત કરી જણાવ્યું હતું કે આ પ્રતીક ગેસ એજન્સીની તપાસમાં જિલ્લા પુરવઠા અધિકારીએ ભીનું સંકેલી માત્ર 250 રૂપિયા દંડ કર્યો છે તે ખરેખર અયોગ્ય છે અને જેની સામે ગેસ એજન્સીએ લાખો રૂપિયાની છેતરપિંડી કરી છે.

જેના પગલે કલેકટરે જિલ્લા પુરવઠા અધિકારી એ આપેલો પ્રતીક ગેસ એજન્સી નો મામૂલી દંડ રદ કર્યો હતો અને જિલ્લા પુરવઠા અધિકારીએ ભીનું સંકેલી આપેલા સામાન્ય દંડ અંગે ફરીથી ગેસ એજન્સીની યોગય તપાસ કરવામાં આવે તેવા હુકમ સાથે રિમાન્ડ કરવા હુકમ કર્યો હતો. ત્યારે આ અંગે અરજદાર કાનજીભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે આ પ્રતીક ગેસ એજન્સી જે ગ્રાહકો સાથે છેતરપિંડી કરી રહી છે તે અંગેની લેખિત રજુઆત પાવતી સાથે આજથી દસ મહિના અગાઉ કરી હતી જેના પગલે જિલ્લા પુરવઠા અધિકારીયે ભીનું સંકેલી લાખોનું કાૈભોડ કરનાર ગેસ એજન્સીને માત્ર 250 રૂપિયાનો મામૂલી દંડ કરતા મેં અપીલ કરી તે દંડ રદ કરાયો છે અને ફરીથી જિલ્લા પુરવઠા અધિકારીને તપાસ સોંપી છે ત્યારે પ્રતીક ગેસ એજન્સીને રદ કરી ફરીથી બીજા એજન્સીને આપવામાં આવે અને કાૈંભોડ આચરનાર સામે શિક્ષાત્મક પગલાં ભરવામાં તેવી મારી માગ છે અને આગે મેં ગાંધીનગર પુરવઠા વિભાગીય સચિવ અને મુખ્યમંત્રીને પણ લેખિત રજુઆત કરી છે.

મને રિમાન્ડ કેશ સોંપાયો છેઃજિલ્લા પુરવઠા અધિકારી

આ અંગે જિલ્લા પુરવઠા અધિકારી એસ.જે.ચાવડાએ જણાવ્યું હતું કે મને કલેકટરે રિમાન્ડ માટે કેશ સોંપ્યો છે માટે ગેસ એજન્સીને નોટિસ આપી ફરીથી તપાસ કરી કેસ ચલાવવો પડશે.