પાલોદર ગામે જોગણી માતાના મંદિરમાં મેળાના પગલે ડાયવર્ઝન અપાયું

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા તાલુકાના પાલોદર ગામે ૩૦ માર્ચ ૨૦૧૯ થી ૦૧ એપ્રિલ ૨૦૧૯ સુધી જોગણી માતાજીના મંદિરે મોટો મેળો ભરનાર છે. મેળામાં ટ્રાફિકની વ્યવસ્થા જળવાઇ રહે તે માટે વિવિધ આદેશો કરેલ છે. જેમાં મહેસાણા તરફથી પાલોદર તરફ જતા વાહનો રામોસણા ચાર રસ્તાથી પ્રવેશ કરી રામોસણા થઇ પાલોદર તરફ જશે. પાલોદરથી બહાર જતા વાહનો પાલોદરથી
 
પાલોદર ગામે જોગણી માતાના મંદિરમાં મેળાના પગલે ડાયવર્ઝન અપાયું

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા તાલુકાના પાલોદર ગામે ૩૦ માર્ચ ૨૦૧૯ થી ૦૧ એપ્રિલ ૨૦૧૯ સુધી જોગણી માતાજીના મંદિરે મોટો મેળો ભરનાર છે. મેળામાં ટ્રાફિકની વ્યવસ્થા જળવાઇ રહે તે માટે વિવિધ આદેશો કરેલ છે. જેમાં મહેસાણા તરફથી પાલોદર તરફ જતા વાહનો રામોસણા ચાર રસ્તાથી પ્રવેશ કરી રામોસણા થઇ પાલોદર તરફ જશે. પાલોદરથી બહાર જતા વાહનો પાલોદરથી ફતેહપુરા ગામ જતા રોડે થઇ હાઇવે રોડ ઉપર જશે. હાઇવે થઇ ફતેહપુરા પાટીયે થઇ પાલોદર આવતા વાહનોનો પ્રવેશ બંધ રહેશે.

પાલોદર ગામે જોગણી માતાના મંદિરમાં મેળાના પગલે ડાયવર્ઝન અપાયું

ઉંઝા હાઇવે રોડ તરફથી પાલોદર આવતા વાહનો પ્રવેશ માર્ગે હાઇવે સોનેરીપુરાથી પાલોદર અને બહાર જવાના માર્ગ પણ તેજ રહેશે. પાર્કિગ વ્યવસ્થા પ્રાથમિક શાળા પાલોદર નજીક તથા રોડની બાજુમાં હરીજન મહોલ્લા તરફ ખાડામાં રહેશે. આ જાહેરનામું ૩૦ માર્ચ ૨૦૧૯ થી ૦૧ એપ્રિલ ૨૦૧૯ સુધી અમલમાં રહેશે તેમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ હર્ષદ વોરાએ જણાવાયું છે.