વિસનગરમાં દિવ્યાંગ બાળકોનો દંતચિકિત્સા કેમ્પ યોજાયો
અટલ સમાચાર, વિસનગર વિસનગર બી.આર.સી. ભવન ખાતે ચાલતા રિસોર્સ રૂમમાં આવતા દિવ્યાંગ બાળકો તેમના વાલીઓ માટે દંતચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંકળચંદ યુનિવર્સિટીના ડેન્ટલ કોલેજના સહયોગથી કરાયેલ આ કેમ્પમાં 40 બાળકો અને 40 વાલીઓના દાંતની તપાસ તેમજ તેમને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. દંતચિકિત્સા માટે આવેલ દિવ્યાંગ બાળકોને ડો. માતંગી જોષીએ ભેટ આપી હતી.
Jan 28, 2019, 12:02 IST

અટલ સમાચાર, વિસનગર
વિસનગર બી.આર.સી. ભવન ખાતે ચાલતા રિસોર્સ રૂમમાં આવતા દિવ્યાંગ બાળકો તેમના વાલીઓ માટે દંતચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંકળચંદ યુનિવર્સિટીના ડેન્ટલ કોલેજના સહયોગથી કરાયેલ આ કેમ્પમાં 40 બાળકો અને 40 વાલીઓના દાંતની તપાસ તેમજ તેમને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. દંતચિકિત્સા માટે આવેલ દિવ્યાંગ બાળકોને ડો. માતંગી જોષીએ ભેટ આપી હતી. જેમાં યુનિવર્સિટીના તબીબો સહિત બી.આર.સી. કો-ઓર્ડિનેટર મહેન્દ્રસિંહ ઝાલા તેમજ બી.આર.સી. રિસોર્સ રૂમના કર્મચારીઓએ કામગીરી ઉઠાવી હતી.