આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,દિયોદર (રામજી રાયગોર)

બનાસકાંઠાના દિયોદર રેલ્વે ફાટક પાસે શુકવારે સવારના સમયે એક અજાણ્યો યુવક ટ્રેનની અડફેટે આવી જતા તેના બંને પગ કપાઇ જવા પામયા હતા. જેને લઇ તેને તાત્કાલિક દિયોદર રેફરલ હો સ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો.

વધુ વિગત અનુસાર દિયોદરના લુદ્રા ગામનો એક આશાસ્પદ યુવક દિયોદર રેલ્વે ફાટક પાસે ટ્રેનની અડફેટે આવતા તેના બંને પગ કપાઇ જવા પામ્યા હતા. ઘટનાને લઇ ૧૦૮ મારફતે તાત્કાલિક તેને દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.અકસ્માતની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પંહોચી વધુ તપાસ હાથ ધરી છે. જોકે, આ યુવકને અકસ્માતમાં વધુ ઇજા થઇ હોવાથી તેને દિયોદર રેફરલ હોસ્પિટલથી પાટણના ધારપુર મેડિકલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code