અટલ સમાચાર,બનાસકાંઠા
બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાનું શિક્ષણસ્તર ચકાસવા શિક્ષણ અધિકારીએ મુલાકાત લીધી હતી. દિયોદરની શાળાના આચાર્ય દ્વારા દિયોદરના પત્રકાર પર ફરિયાદ કરવામાં આવી છે ત્યારે શિક્ષણ અધિકારીની મુલાકાતથી અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે. સ્થાનિક સુત્રોએ જણાવ્યું હતુ કે, આચાર્ય વિરૂધ્ધ પત્રકારની ફરીયાદમાં તપાસ કરવી સરકારની પ્રાથમિકતા છે અને જે કસૂરવાર હોય તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઇએ. શિક્ષણ અધિકારીની મુલાકાત દરમ્યાન કોને શું સુચનાઓ આપવામાં આવી તેને લઇ પંથકમાં ચર્ચાએ જોર પકડયું છે.
સમાચારની સત્યતા જાણીને શેર થાય એ ઇચ્છનીય છે.
દિયોદરમાં જિલ્લા શિક્ષણાધિકારી નહીં પણ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ આવ્યા હતા એ વાત સાચી પણ દિયોદર બી.આર.સી. કો.ઓ. દ્વારા આચરવામાં આવેલ કથિત ભ્રષ્ટાચારની તપાસ માટે. દિયોદર શાળા નંબર 2 ના આચાર્ય અને પત્રકારની મેટરને કોઈ લેવા દેવા નથી કે કોઈ તપાસ કરવામાં આવેલ નથી.