આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,દિયોદર

બનાસકાંઠા 14 તાલુકા ધરાવતો ગુજરાતનો સૌથી મોટો જિલ્લો છે. છેવાડાના તાલુકાના ગ્રામજનોને પાલનપુર આવવા-જવા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આથી બનાસકાંઠા જીલ્લામાંથી વિભાજન કરી નવિન જીલ્લો રચવા છેલ્લા ઘણાં સમયથી માંગણીઓ ચાલી રહી છે. લોકસભાની ચુંટણી નજીક આવી રહી છે ત્યારે ફરી એકવાર દિયોદરને નવો જીલ્લો બનાવવા સામાજીક અને રાજકીય માંગ ઉઠી છે.

રમેશભાઇ ચૌધરી,જીલ્લા પંચાયત સદસ્ય 

આ વખતે પ્રજાસત્તાક દિનની રાજયકક્ષાની ઉજવણી બનાસકાંઠાના પાલનપુર મુકામે થવાની છે. આ દરમ્યાન રાજય સરકાર ઘ્વારા બનાસકાંઠામાંથી અન્ય એક જીલ્લાની રચના કરવાની ઘોષણા થવાની અટકળો શરૂ થઇ છે. છેલ્લા ઘણા સમયથી દિયોદરને ઓગડ નામ આપી અલગ જીલ્લો બનાવવાની માંગણી ચાલુ છે. જેમાં ફરી એકવાર લોકસભા ચુંટણી નજીક આવતા રાજકીય અને સામાજીક આગેવાનો જીલ્લાની માંગણી સાથે આગળ આવી રહયા છે. ઉલ્લેખનિય છે કે, દિયોદરમાં ઓગડનાથનું મંદિર લોકોની આસ્થાનું એક મોટુ અને ઐતિહાસિક મંદિર કહેવામાં આવે છે. દીયોદરને આજુબાજુના અનેક ગામોનું સેન્ટર ગણવામાં આવે છે. આ સાથે દિયોદર આજુબાજુ ના સાત તાલુકાની મધ્યસ્થમાં આવેલું મથક હોવાથી જો તેને જીલ્લો જાહેર કરવામાં આવે તો નજીકના તાલુકાના લોકોને ખુબજ સરળતા પડે તેમ છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code