દિયોદર પત્રકારો દ્વારા કલેક્ટરને આવેદનપત્રઃભ્રષ્ટાચાર ઢાંકવા ખોટી ફરિયાદનો આક્ષેપ

અટલ સમાચાર, પાલનપુર (રામજી રાયગોર) પાલનપુર જિલ્લાના દિયોદર તાલુકાની એક શાળાના આચાર્ય દ્વારા પત્રકાર ઉપર દિયોદર પોલીસ મથકમાં કેસ નોંધવામાં આવ્યો હતો. આ બાબતને લઈ હવે સમગ્ર પત્રકાર આલમમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. અને પત્રકાર સંગઠન દ્વારા મામલો જિલ્લા કલેક્ટર, એસ.પી. અને ડીડીઓને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. દિયોદરની શાળાના આચાર્યએ ભ્રષ્ટાચાર આચરી છેતરપિંડી કરી હોવાની રજૂઆત
 
દિયોદર પત્રકારો દ્વારા કલેક્ટરને આવેદનપત્રઃભ્રષ્ટાચાર ઢાંકવા ખોટી ફરિયાદનો આક્ષેપ

અટલ સમાચાર, પાલનપુર (રામજી રાયગોર)

પાલનપુર જિલ્લાના દિયોદર તાલુકાની એક શાળાના આચાર્ય દ્વારા પત્રકાર ઉપર દિયોદર પોલીસ મથકમાં કેસ નોંધવામાં આવ્યો હતો. આ બાબતને લઈ હવે સમગ્ર પત્રકાર આલમમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. અને પત્રકાર સંગઠન દ્વારા મામલો જિલ્લા કલેક્ટર, એસ.પી. અને ડીડીઓને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.

દિયોદરની શાળાના આચાર્યએ ભ્રષ્ટાચાર આચરી છેતરપિંડી કરી હોવાની રજૂઆત બાદ સ્થાનીક પત્રકારે વિગત તપાસવા મથામણ આદરી હતી. શાળાની મુલાકાત દરમિયાન આચાર્યએ ભ્રષ્ટાચારની ચર્ચા દરમિયાન ઘર્ષણ કરી પત્રકાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જે મામલે તમામ પત્રકારોએ એક થઈ ઘટનાની તટસ્થ તપાસ થાય અને દોષિતો સામે કાર્યવાહી થાય તેવી માંગ સાથે તંત્રને રજૂઆત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે,ભ્રષ્ટાચારને દબાવવા અવાર નવાર પત્રકારોનો અવાજ દબાવવાનો પ્રયાસ થતો રહે છે