આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,કાંકરેજ (રામજી રાયગોર)

બનાસકાંઠા જિલ્લાના દિયોદર શહેરમા સેવા સેતુ કાર્યક્રમ સરકારી અધિકારીઓ તથા તાલુકાના મામલતદાર કચેરીના તથા તાલુકા પંચાયતના કર્મચારીઓ દ્વારા તથા દિયોદર સ્વામીનારાયણ મંદિરના સહયોગથી તાલુકામાં લોકોએ સરકારની વિવિધ યોજનાનો લાભ લીધો હતો. જેવીકે, આર્થિક રીતે નબળા વર્ગના અનામત માટે પાત્ર ધરાવતા પ્રમાણ પત્ર, ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૂધ પેન્શન યોજાના, સંકટ મોચન યોજના, અંધ અપંગ અને નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના, પ્રધાનમંત્રી શ્રમ યોગી માન ધન યોજના, આયુષ્માન ભારત યોજના, માં અમૃતમ યોજના, ફ્રિ મેડીકલ ચેકઅપ દ્વારા સરાહનિય કામગીરી કરી હતી. દિયોદર તાલુકાના પ્રાંત અધિકારી એ.ડી.ચૌહાણ તથા મામલતદાર પી.એચ.પંચાલ, તાલુકા વિકાસ અધિકારી એ.સી.ઠાકોર, તાલુકાના વિસ્તરણ અધિકારી અલ્કાબેન શ્રીમાળી,તાલુકાના તલાટીઓ, ગ્રામ સેવકઓ ગરીબ લાભાર્થીઓને દાખલાઓ પ્રમાણ પત્રો, દાખલાઓ કાઠી આપ્યા હતા.
સ્વામી નારાયણ સંપ્રદાયના સેવક દિલિપ ભાઈ ઠક્કર દ્વારા લોકોને ચા,પાણી,તથા મંડપની સેવાઓ આપી હતી અને ભક્તો દ્વારા પણ લાભાર્થીને મદદે આવ્યા હતા.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code