એમેઝોન પર 99% ડિસ્કાઉન્ટના ચક્કરમાં ગુજરાતીઓ ફસાઈ રહ્યા છે

અટલ સમાચાર, મહેસાણા દુનિયાની સૌથી મોડી ઈ-કોમર્સ Amazonના નામ પર ગુજરાતમાં મોટો ફ્રોડ ચાલી રહ્યો છે. વોટ્સએપ મેસેન્જરમાં એમેઝોન સેલને લઈને એક લીંક વાયરલ થઈ રહી છે. આ લીંકને ઓપન કરતાની સાથે એમોઝોન જેવી જ એક વેબસાઈટ ખુલી રહી છે, જેમાં અલગ-અલગ ચીજવસ્તુઓ પર 99 ટકા ડિસ્કાઉન્ટની સાથે સમયનો કાઉન્ટડાઉન થઈ રહ્યો છે. અહીં 1
 
એમેઝોન પર 99% ડિસ્કાઉન્ટના ચક્કરમાં ગુજરાતીઓ ફસાઈ રહ્યા છે

અટલ સમાચાર, મહેસાણા

દુનિયાની સૌથી મોડી ઈ-કોમર્સ Amazonના નામ પર ગુજરાતમાં મોટો ફ્રોડ ચાલી રહ્યો છે. વોટ્સએપ મેસેન્જરમાં એમેઝોન સેલને લઈને એક લીંક વાયરલ થઈ રહી છે. આ લીંકને ઓપન કરતાની સાથે એમોઝોન જેવી જ એક વેબસાઈટ ખુલી રહી છે, જેમાં અલગ-અલગ ચીજવસ્તુઓ પર 99 ટકા ડિસ્કાઉન્ટની સાથે સમયનો કાઉન્ટડાઉન થઈ રહ્યો છે. અહીં 1 રુપિયાથી લઈ 10 રુપિયામાં પ્રોડક્ટો મળતી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જેમાં બજાર અલગ-અલગ કંપનીઓના મોબાઈલ, હેન્ડફોન, ઘડીયાળ સહિતની ચીજવસ્તુઓ પર સામાન્ય ભાવો બતાવવામાં આવી રહ્યા છે. અહીં જ ઓછા ભાવ અને એમેઝોન જેવા ભળતા નામો જોઈ લોકો છેતરાઈ રહ્યા છે.

Buy Now પર ક્લીક કરવાની સાથે જ તમારા નામ સહિતની માહિતી માંગવામાં આવી રહી છે. ત્યારબાદ બેંકની ડીટેલ પણ માંગવામાં આવે છે. અને પાંચ-દશ લોકો કે ગૃપના મોકલવાનું જણાવી છેવટે તમને ઠગી લેવામાં આવે છે.
લીંકના માધ્યમથી વેબસાઈટ જોઈ કોઈપણ વ્યક્તિ ભોળવાઈ જાય. પરંતુ તકેદારીના ભાગરુપે આપને જણાવી દઈએ કે લીંકઓપન કરતા પહેલા તેનો URL (Uniform Resource Locator) ખાસ ચેક કરો.

વાયરલ થઈ રહેલી લીંક કેઈ અને શું છે?

(1) http://bit.ly/Amazon-Biggest-sale (2) http://amazn.biggest-sale.live.in આ લીંક ધ્યાનથી જોશો તો જાણ થશે કે તે એમેઝોનની નથી. પરંતુ આને કોઈ ભેજાબાજ લોકોએ તમને છેતરવા માટે દિમાગી ખેલ રચ્યો છે. એમેઝોનની ઓફીશીયલ વેબસાઈટ Amazon.com તેમજ Amazon.in છે. આવા લોકો માત્ર એમોઝોનની બનાવટી વેબસાઈટ બનાવીને નથી ઠગતા પરંતુ ફ્લીપકાર્ટ જેવી જાણીતી અને પ્રતિષ્ઠિત ઈ-કોમર્સ કંપનીઓના નામે સીફતપૂર્વક તમને ઠગવામાં આવી રહ્યા છે.

આ લીંકની સાતે એક મેસેજ પણ મોકલવામાં આવી રહ્યો છે. જેમાં લખેલ છે કે ‘‘ભાઈ સુન જલદી સે ઓર્ડર કર… એમોઝોન પર સવકુછ 99 પર્સન્ટ ડિસ્કાઉન્ટ મે મીલ રહા હૈ.’’

આવી રીતે મેસેજ જોઈ લોકો એવું સમજી રહ્યા છે કે કોઈ મિત્ર આપને 99 ટકા સેલ બાબતે જણાવી રહ્યું છે. અને તમે પણ બીજા મિત્રોને લોભામણી જાહેરાતનો લાભ લેવા જણાવો છો. આપને જણાવી દઈએ કે અજાણ્યા નંબર પરથી આવેલી આવી લીંકનો નંબર પોલીસને આપી દો અને મિત્રોને જણાવી દો કે કોઈપણ વેબસાઈટનો યુઆરએલ ચેક કર્યા વિના તેનો ઉપયોગ કરે નહી. અને તમે સ્પામ રિપોર્ટ કરો જેથી આવી ફેક વેબસાઈટ ઉપર કંટ્રોલ આવી શકે.