અનામત વખતના કેસ પાછા ખેંચો નહી તો ઉગ્ર આંદોલનઃ સરદાર પટેલ ગ્રુપ

અટલ સમાચાર, મહેસાણા પાટીદાર અનામત આંદોલનના કેસો પાછા ખેંચવાની માંગ અને સરકારની જાહેરાતમાં નવો વળાંક આવ્યો છે. વિધાનસભા ચુંટણી પૂર્વેની ગતિવિધી હજુસુધી ઠેરની ઠેર હોવાનું એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે જણાવ્યું હતું. મહેસાણા ખાતેની પત્રકાર પરિષદને સંબોધતા લાલજી પટેલે સરકાર સમક્ષ 10 દિવસમાં રજૂઆતોનો ઉકેલ નહી આવે તો ઉગ્ર આંદોલનની ચિમકી આપી છે. પાટીદાર અનામત આંદોલનમાં
 
અનામત વખતના કેસ પાછા ખેંચો નહી તો ઉગ્ર આંદોલનઃ સરદાર પટેલ ગ્રુપ

અટલ સમાચાર, મહેસાણા

પાટીદાર અનામત આંદોલનના કેસો પાછા ખેંચવાની માંગ અને સરકારની જાહેરાતમાં નવો વળાંક આવ્યો છે. વિધાનસભા ચુંટણી પૂર્વેની ગતિવિધી હજુસુધી ઠેરની ઠેર હોવાનું એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે જણાવ્યું હતું. મહેસાણા ખાતેની પત્રકાર પરિષદને સંબોધતા લાલજી પટેલે સરકાર સમક્ષ 10 દિવસમાં રજૂઆતોનો ઉકેલ નહી આવે તો ઉગ્ર આંદોલનની ચિમકી આપી છે.

પાટીદાર અનામત આંદોલનમાં સમાજના કેટલાક યુવાનોએ જાન ગુમાવવા સાથે અનેક યુવાનો કાયદાના સકંજામાં ફસાઈ ગયા હતા. આ દરમિયાન પાટીદાર આગેવાનો અને સરકાર વચ્ચેની અનેકવારની મંત્રણામાં મૃતક યુવાનોને સહાય તથા ફરિયાદના કેસો પાછા ખેંચવાનો મુદ્દો ગરમાયો હતો. જેમાં ગત વિધાનસભા ચુંટણી અગાઉ માત્ર આશ્વાસન આપ્યાનો ઘટસ્ફોટ લાલજી પટેલે કર્યો છે.

મહેસાણા શહેરમાં મંગળવારે પત્રકાર પરિષદમાં લાલજી પટેલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીને વારંવાર મળી તેમજ પત્ર મોકલી પાટીદાર યુવાનો પરના કેસ પરત ખેંચવા જણાવેલું છે. જેમાં ગત વિધાનસભા બાદ હવે લોકસભા ચુંટણી આવી રહી છે છતાં કોઈ નક્કર પરિણામ નથી. આથી જો આગામી 10 દિવસમાં રજૂઆતમાં ઉલ્લેખ કરેલ કેસ પાછા ખેંચવા સહિતના મુદ્દે અમલવારી નહી થાય તો ઉગ્ર આંદોલન કરવાની ચિમકી અપાઈ છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, લોકસભા ચુંટણી ગુજરાત સરકાર માટે લીટમસ ટેસ્ટ હોવાથી પાટીદાર સમાજને નારાજ કરવો પોસાય તેમ નથી. આવી સ્થિતિમાં ચુંટણીની તારીખ જેમ-જેમ નજીક આવશે તેમ-તેમ સમાજ અને સરકાર વચ્ચે મનમેળ અથવા મતભેદ પૈકી એકમાં વધારો થશે.