દોડધામ@અંબાજી: એકને બચાવવા બે કુવામાં પડ્યા, ત્રણેય ફસાતાં માંડ બચ્યાં

અટલ સમાચાર,અંબાજી (રિતીક સરગરા) અંબાજી નજીક ચીખલા ગામે કૂવામાં ત્રણ વ્યક્તિઓ પડી જવાની ઘટનાને લઇ ચકચાર મચી ગઇ છે. કુવામાં એક વ્યકિતએ મોતનો કુદકો લગાવ્યા બાદ બે વ્યકિત બચાવવા માટે કુવામાં પડી હતી. જોકે તેઓને તરતા આવડતું ન હોઇ અફરાતફરી મચી ગઇ હતી. ઘટનાની જાણને પગલે એકસાથે ત્રણ વ્યકિતને ડુબતા બચાવવા ગ્રામજનોએ ભારે જહેમતથી કૂવામાંથી
 
દોડધામ@અંબાજી: એકને બચાવવા બે કુવામાં પડ્યા, ત્રણેય ફસાતાં માંડ બચ્યાં

અટલ સમાચાર,અંબાજી (રિતીક સરગરા)

અંબાજી નજીક ચીખલા ગામે કૂવામાં ત્રણ વ્યક્તિઓ પડી જવાની ઘટનાને લઇ ચકચાર મચી ગઇ છે. કુવામાં એક વ્યકિતએ મોતનો કુદકો લગાવ્યા બાદ બે વ્યકિત બચાવવા માટે કુવામાં પડી હતી. જોકે તેઓને તરતા આવડતું ન હોઇ અફરાતફરી મચી ગઇ હતી. ઘટનાની જાણને પગલે એકસાથે ત્રણ વ્યકિતને ડુબતા બચાવવા ગ્રામજનોએ ભારે જહેમતથી કૂવામાંથી કાઢી જીવ બચાવ્યો હતો. કુવાની બાજુમાં પ્રાથમિક શાળા હોઇ બાળકો ભેગા થઇ ગયા હતા.

દોડધામ@અંબાજી: એકને બચાવવા બે કુવામાં પડ્યા, ત્રણેય ફસાતાં માંડ બચ્યાં

બનાસકાંઠા જીલ્લાના અંબાજી નજીક ચીખલા ગામે બુધવારે અચાનક એક યુવકે કુવામાં પડી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેને બચાવવા તેના બે સાળા પણ કુવામાં પડ્યા હતા. જોકે તેઓને તરતા આવડતું ન હોવાથી ઘડીભર હોબાળો અને મોતનો ખેલ ઉભો થયો હતો.

દોડધામ@અંબાજી: એકને બચાવવા બે કુવામાં પડ્યા, ત્રણેય ફસાતાં માંડ બચ્યાં

ઘટનાની જાણ ગ્રામજનોને થતાં તાત્કાલિક ગામના તરવૈયાએ એકત્રિત થઇ તેમને કુવામાંથી જીવીત બહાર નિકાળતા સૌએ હાશકારો અનુભવ્યો હતો.

દોડધામ@અંબાજી: એકને બચાવવા બે કુવામાં પડ્યા, ત્રણેય ફસાતાં માંડ બચ્યાં

સુત્રોએ જણાવ્યુ હતુ કે, પારિવારિક વિવાદના કારણે રાકેશ ભરથરીએ કુવામાં છલાંગ લગાવી હતી. તેને બચાવવા માટે તેમના બે સાળા કિશન ભરથરી અને વિશાલ ભરથરી પણ કુવામાં પડ્યા હતા. મહત્વનું છે કે, કુવાની બાજુમાં પ્રાથમિક શાળા હોવાથી બાળકો પણ રીશેષના સમયમાં રમતા-રમતા કુવા નજીક આવતા હોવાથી શિક્ષિકા દ્વારા કુવાની આસપાસ લોખંડની જાળી નંખાવવા માંગ કરી છે.

દોડધામ@અંબાજી: એકને બચાવવા બે કુવામાં પડ્યા, ત્રણેય ફસાતાં માંડ બચ્યાં