દોડધામ@અરવલ્લી: આજે નવા 4 કેસ ખુલ્યાં, સંક્રમણ તોડવા કવાયત

અટલ સમાચાર, મોડાસા અરવલ્લીમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. આજે કોરોનાના નવા ચાર કેસ સામે આવતા આરોગ્ય તંત્રમાં સંક્રમણ તોડવા દોડધામ મચી છે. આજે મોડાસા, મેઘરજ, ભિલોડા અને જીવણપુરમાં કોરોનાના નવા ચાર કેસ સામે આવ્યા છે. આરોગ્ય તંત્ર દ્રારા તાત્કાલિક અસરથી તમામને આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. આજે નવા આવેલા ચાર કેસ સહિત જીલ્લામાં
 
દોડધામ@અરવલ્લી: આજે નવા 4 કેસ ખુલ્યાં, સંક્રમણ તોડવા કવાયત

અટલ સમાચાર, મોડાસા

અરવલ્લીમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. આજે કોરોનાના નવા ચાર કેસ સામે આવતા આરોગ્ય તંત્રમાં સંક્રમણ તોડવા દોડધામ મચી છે. આજે મોડાસા, મેઘરજ, ભિલોડા અને જીવણપુરમાં કોરોનાના નવા ચાર કેસ સામે આવ્યા છે. આરોગ્ય તંત્ર દ્રારા તાત્કાલિક અસરથી તમામને આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. આજે નવા આવેલા ચાર કેસ સહિત જીલ્લામાં અત્યાર સુધી કોરોનાના 136 કેસ નોંધાયા તો 8 ના મોત થયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દોડધામ@અરવલ્લી: આજે નવા 4 કેસ ખુલ્યાં, સંક્રમણ તોડવા કવાયત

અરવલ્લી જીલ્લામાં આજે કોરોનાના નવા ચાર કેસ સામે આવ્યા છે. જેમાં મોડાસાની ફિરદોષ સોસાયટીના 62 વર્ષીય વૃદ્ધા, જીવણપુરની 55 વર્ષીય મહિલા, મેઘરજના ગોરવાળાની 24 વર્ષીય મહિલા અને ભિલોડાના ભુતાવડના 45 વર્ષીય યુવકનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ સાથે જીલ્લામાં કુલ કોરોના પોઝિટીવનો આંકડો 136 પહોંચ્યો છે.