આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, પાલનપુર

બનાસકાંઠામાં વધુ બે કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં સંક્રમણ તોડવા દોડધામ મચી છે. ગઇકાલે જીલ્લાના દાંતીવાડા અને કાંકરેજ પંથકમાં કોરોનાના બે પોઝિટીવ કેસ સામે આવ્યા છે. જેમાં એક સગર્ભા મહિલા અને એક પુરૂષનો સમાવેશ થાય છે. એક જ દિવસમાં બે લોકોના કોરોના રીપોર્ટ પોઝિટીવ આવતા તંત્રમાં દોડધામ મચી છે. બંને લોકોને આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના દાંતીવાડા અને કાંકરેજ પંથકમાં કોરોના વાયરસના બે કેસ સામે આવ્યા છે. દાંતીવાડા તાલુકાના ભાંડોત્રા ગામે નવ માસની ગર્ભવતી મહિલા વાદીબેન ખેમાભાઇ (ઉ.28)નો રીપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. આ સાથે કાંકરેજ પંથકના ધનેરા ગામમાં ચૌધરી રગનાથભાઈ શિવાભાઈ (ઉં.55)નો પણ કોરોના રીપોર્ટ પોઝિટીવ આવતા લોકલ સંક્રમણાના બંને કેસથી ચિંતા વધી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code