દોડધામ@બનાસકાંઠા: લોકડાઉન વચ્ચે પાણી માટે અનિશ્વિત મુદ્દતના ઉપવાસ

અટલ સમાચાર, પાલનપુર કોરોના વાયરસને લઇ લોકડાઉન વચ્ચે બનાસકાંઠાની સુજલામ-સુફલામ કેનાલોમાં પાણી છોડાવવા આમ આદમી પાર્ટી મેદાને આવી છે. પાર્ટીના નેતાઓ અને ખેડૂતો ત્રણ દિવસથી અનિશ્ચિત મુદ્દતના ઉપવાસ પર બેઠા છે. કુદરતી આફતો અને તીડ આક્રમણને કારણે ખેડૂતો પાયમાલ થયેલા છે. બોર પણ ફેલ થયા હોવાથી વધુ મુશ્કેલી ના સર્જાય તે માટે સુજલામ સુફલામ્ નહેર
 
દોડધામ@બનાસકાંઠા: લોકડાઉન વચ્ચે પાણી માટે અનિશ્વિત મુદ્દતના ઉપવાસ

અટલ સમાચાર, પાલનપુર

કોરોના વાયરસને લઇ લોકડાઉન વચ્ચે બનાસકાંઠાની સુજલામ-સુફલામ કેનાલોમાં પાણી છોડાવવા આમ આદમી પાર્ટી મેદાને આવી છે. પાર્ટીના નેતાઓ અને ખેડૂતો ત્રણ દિવસથી અનિશ્ચિત મુદ્દતના ઉપવાસ પર બેઠા છે. કુદરતી આફતો અને તીડ આક્રમણને કારણે ખેડૂતો પાયમાલ થયેલા છે. બોર પણ ફેલ થયા હોવાથી વધુ મુશ્કેલી ના સર્જાય તે માટે સુજલામ સુફલામ્ નહેર તાત્કાલિક ચાલુ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને ખેડૂતો પોતાના ઘરે જ ઉપવાસ પર બેસ્યા છે. જીલ્લાની સુજલામ-સુફલામ કેનાલમાં પાણી છોડવવા અડગ બનેલા કાર્યકર્તાઓની માંગ છે કે, જો કેનાલ ચાલુ થાય તો પાણીના તળ જળવાઈ રહે તેમ છે. જો તેમ થાય તો ખેડૂત પાયમાલ થતો બચે અને તેનો ઉનાળુ પાક બચી જાય તેમ છે. તેમણે જણાવ્યુ હતુ કે, ગઇકાલે રાજ્યપાલ અને મુખ્યમંત્રીને ઇમેઇલ અને ટ્વિટર દ્રારા સુજલામ-સુફલામ કેનાલોમાં પાણી છોડવા બાબતે રજૂઆત કરેલી છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, આમ આદમી પાર્ટીના નેતાઓ તેમજ ખેડૂતોના અન્ન ત્યાગ સાથે ઉપવાસનો આજે ત્રીજો દિવસ છે. જેમાં ભેમાભાઈ ચોધરી, ઉપપ્રમુખ ગુજરાત, રમેશભાઈ નાભાની (એડવોકેટ) પ્રભારી બનાસકાંઠા-સાબરકાંઠા, ઈશ્વરભાઈ દેસાઈ, આપ,પ્રમુખ બનાસકાંઠા, ડો.દેવેન્દ્રભાઈ ચૌહાણ, ઉપાધ્યક્ષ, બનાસકાંઠા તેમજ દિલુભા ઝાલા સુરેન્દ્રનગર શહેર, આપ પ્રમુખ, વગેરે અન્ન ત્યાગ સાથે પોતાના ઘરે ઉપવાસ પર બેસેલા છે.