દોડધામ@ભાભર: કેનાલમાં 20 ફૂટનું ગાબડું, ખેતરમાં કૃત્રિમ અતિવૃષ્ટિ જેવી નોબત

અટલ સમાચાર ડોટ કોમ, ભાભર ભાભર પંથકમાં આજે વધુ એક કેનાલમાં ગાબડું પડતાં હજારો લીટર પાણીનો વેડફાડ થયો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે, આ કેનાલમાં 15 દિવસ પહેલાં જ સમારકામ કરાયુ હતુ. આ તરફ સમારકામ બાદ આજે પાણી છોડાતાં 20 ફૂટનું ગાબડું પડ્યું છે. વારંવાર કેનાલમાં પડતાં ગાબડાંને લઇ પંથકના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી
 
દોડધામ@ભાભર: કેનાલમાં 20 ફૂટનું ગાબડું, ખેતરમાં કૃત્રિમ અતિવૃષ્ટિ જેવી નોબત

અટલ સમાચાર ડોટ કોમ, ભાભર

ભાભર પંથકમાં આજે વધુ એક કેનાલમાં ગાબડું પડતાં હજારો લીટર પાણીનો વેડફાડ થયો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે, આ કેનાલમાં 15 દિવસ પહેલાં જ સમારકામ કરાયુ હતુ. આ તરફ સમારકામ બાદ આજે પાણી છોડાતાં 20 ફૂટનું ગાબડું પડ્યું છે. વારંવાર કેનાલમાં પડતાં ગાબડાંને લઇ પંથકના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ સાથે કેનાલમાં ગાબડાંને લઇ ખેતરમાં કૃત્રિમ અતિવૃષ્ટિ જેવી નોબત બની છે. ખેડૂતોએ ચિમકી ઉચ્ચારી છે કે, જો આ કેનાલોનું સમારકામ ટુંક સમયમાં કરવામાં નહીં આવે તો આગામી દિવસોએ રસ્તા રોકો આંદોલન સહિતના કાર્યક્રમો આપવામાં આવશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દોડધામ@ભાભર: કેનાલમાં 20 ફૂટનું ગાબડું, ખેતરમાં કૃત્રિમ અતિવૃષ્ટિ જેવી નોબત

બનાસકાંઠા જીલ્લાના ભાભર તાલુકાના ખારા ગામે ડીસ્ટ્રી કેનાલમાં આજે સવારે 20 ફૂટનું ગાબડું પડ્યું છે. સ્થાનિક ખેડૂતોનો આક્ષેપ છે કે, હજી 15 દિવસ પહેલાં જ સમારકામ કરાયુ હતુ. જે બાદમાં પાણી છોડવામાં આવતાં ગાબડું પડ્યુ હતુ. જેને લઇ હાલ લાખો ક્યુસેક પાણીનો વેડફાડ થઇ રહ્યો છે. કેનાલમાં ગાબડું પડતાં ખારા અને ભાભર પંથકના લીલાછમ ખેતરઓનો ઉભો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે, નર્મદા વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મીલીભગતથી કેનાલનું નબળી કામગીરીથી કેનાલો તૂટવાનો સિલસિલો યથાવત રહ્યો છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, હાલ રવિ સિઝન વચ્ચે કેનાલમાં ગાબડું પડતાં કૃષિપાક સંકટ વચ્ચે આવ્યો છે. ગાબડાંને કારણે રાયડો, જીરૂં, એરંડા, ઘઉં, રાજગરા જેવા પાકોને અને પશુઓ માટેના લીલા ઘાસચારો સહિતને પણ અસર થઇ શકે છે. ભાભર પંથકના 30 જેટલા ગામોના ખેડૂતોના ઊભા પાકને નુકસાન જવાની ભીતિ ખેડૂતોમાં ઉભી થઇ છે. જેને લઇ નર્મદા વિભાગ દ્વારા તાત્કાલિક ખારા કેનાલમાં પડેલાં મોટા ગાબડાંને પુરવા અને નર્મદાનું પાણી છોડવા માંગ ઉઠી છે. આ સાથે જો તાત્કાલિક ગાબડું પૂરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ખેડૂતોએ ઉચ્ચારી છે.